તેન્ડુલકરની રેસિંગ-લીગની ટીમ ખરીદવામાં ધોની-ભજીને પણ રસ

Published: 4th November, 2011 18:58 IST

સચિન તેન્ડુલકરે મચદાર મોટરસ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી i૧ સુપર સિરીઝ નામની ઇન્ડિયન રેસિંગ લીગનો બ્રૅન્ડ ઍમ્બેસેડર અને ઍડવાઇઝર બનવા ઉપરાંત આ લીગની ૨૬ ટકા ઇક્વિટી પણ ખરીદી લીધી એવા સમાચારની ચર્ચા હજી શાંત નથી પડી ત્યાં એક એવી ખબર મળી છે કે આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના ફૉર્મેટના આધારે ડિસેમ્બરમાં શરૂ થઈ રહેલી આ લીગની ટીમ ખરીદવામાં ઍક્ટરો શાહરુખ ખાન તથા નાગાજુર્ન તેમ જ ક્રિકેટરો યુવરાજ સિંહ અને સૌરવ ગાંગુલી ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોની તેમ જ હરભજન સિંહને પણ રસ છે.વિવિધ શહેરોના નામને આધારે કુલ ૯ ટીમો આ લીગમાં સામેલ હશે. પ્રથમ રેસ ૮ જાન્યુઆરીએ થશે. જ્૧ની જેમ વર્ષ દરમ્યાન આ લીગની પણ વિવિધ રેસ યોજાશે. ભારતમાં દિલ્હી તથા ચેન્નઈમાં અને એ ઉપરાંત અબુ ધાબી, ક્વાલા લમ્પુર, દોહા, દુબઈ અને બાહરિનમાં પણ રેસનું આયોજન થશે. લીગ સાથે ૯ ફ્રૅન્ચાઇઝીઓ સંકળાયેલા હશે. પ્રત્યેક ફ્રૅન્ચાઇઝીના માલિકીના હક બે કરોડ ડૉલર (એક અબજ રૂપિયા)માં ખરીદી શકાશે. i૧ સુપર સિરીઝમાં વર્ષ દરમ્યાન કુલ ૨૦ લાખ ડૉલર (૧૦ કરોડ રૂપિયા)ના ઇનામો આપવામાં આવશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK