ધવન બન્યો જિતેન્દ્ર

Published: Apr 04, 2020, 19:02 IST | Mumbai Desk

થોડા દિવસ પહેલાં ધવને અને આયેશા સાથેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો જેમાં તે બાથટબમાં કપડાં ધોતો અને ટૉઇલેટ ક્લીન કરતો જોવા મળે છે.

શિખર ધવન ઇન્સ્ટાગ્રામ
શિખર ધવન ઇન્સ્ટાગ્રામ

લૉકડાઉનના સમયનો સારો એવો ઉપયોગ કેવી રીતે કરવો એ કોઈ શિખર ધવન પાસેથી શીખે. ધવન હાલમાં પોતાના ઘરે પત્ની આયેશા અને પુત્ર ઝોરાવર સાથે આઇસોલેશનમાં છે. થોડા દિવસ પહેલાં ધવને અને આયેશા સાથેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો જેમાં તે બાથટબમાં કપડાં ધોતો અને ટૉઇલેટ ક્લીન કરતો જોવા મળે છે. હવે ધવન બીજો એક વિડિયો લઈને આવ્યો છે જેમાં તે પોતે બૉલીવુડના લેજન્ડરી જિતેન્દ્ર બન્યો છે અને આયેશા બની છે લીના ચંદાવરકર. બન્ને ફિલ્મ ‘હમજોલી’ના ફેમસ સૉન્ગ ‘ઢલ ગયા દિન, હો ગઈ શામ’ પર ડાન્સ કરી રહ્યાં છે. આઇકૉનિક જિતેન્દ્રની ઓળખાણ જે વાઇટ કપડાંથી પડતી હતી એવાં જ વાઇટ કપડાં પહેરીને ધવન ડાન્સ કરી રહ્યો છે જ્યારે આયેશા બ્લૅક સૂટમાં લીના ચંદાવરકરની કૉપી કરતી જોવા મળી રહી છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરી તેણે કૅપ્શન આપી છે, ‘હો ગઈ શામ, જાને દો, જાના હૈ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK