Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી સાથે 'કુર્તા પાયજામા' ગીત પર કર્યો આ હુક સ્ટેપ

યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી સાથે 'કુર્તા પાયજામા' ગીત પર કર્યો આ હુક સ્ટેપ

30 August, 2020 12:30 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી સાથે 'કુર્તા પાયજામા' ગીત પર કર્યો આ હુક સ્ટેપ

તસવીર સૌજન્ય ધનશ્રી મેહતા ઇન્સ્ટાગ્રામ વીડિયો સ્ક્રીનશૉટ

તસવીર સૌજન્ય ધનશ્રી મેહતા ઇન્સ્ટાગ્રામ વીડિયો સ્ક્રીનશૉટ


IPL 2020: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ(Yuzvendra Chahal)હાલ આઇપીએલ રમવા માટે યૂએઇ ગયો છે. ત્યારે યુએઇ જતાં પહેલા ચહલે પોતાની ગર્લફ્રેન્ડ ધનશ્રી સાથે સગાઇ કરી હતી. હવે જ્યારે ક્રિકેટર યૂએઇ પહોંચી ગયો છે ત્યારે તેની મંગેતર સતત સોશિયલ મીડિયા પર વીડિયોઝ શૅર કરી રહી છે. ચહલની મંગેતર ધનશ્રી વર્મા (hanashree Verma)એક સારી ડાન્સર પણ છે. સોશિયલ મીડિયા પર તેના ઘણાં વીડિયોઝ છે જેમાં તે પોતાના અફલાતુન ડાન્સનો જલવો વિખેરતી જોવા મળે છે. ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક લેટેસ્ટ વીડિયો શૅર કર્યો છે જેમાં તે ચહલ સાથે દેખાઇ રહી છે. વીડિયોમાં ખાસ વાત એ છે કે બન્ને ટોની કક્કડ (Tony Kakkar)ના ગીત 'કુર્તા પાયજામા' સૉન્ગનો હુક સ્ટેપ કરતાં જોવા મળે છે.

ચહલે કરેલા હુક સ્ટેપને જોઇને મંગેતર ધનશ્રી ખૂબ જ ખુશ છે. ચહલના આ ટેલેન્ટને ધનશ્રીએ હિડન ટેલેન્ટ જાહેર કર્યો છે તો ક્રિકેટરે પણ મંગેતરે શૅર કરેલ વીડિયો પર કોમેન્ટ કરી છે. સોશિયલ મીડિયા પર બન્નેનો આ વીડિયો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.



 
 
 
View this post on Instagram

Hook step at it best ? hidden talent @yuzi_chahal23 ❤️

A post shared by Dhanashree Verma (@dhanashree9) onAug 28, 2020 at 2:12am PDT


જણાવવાનું કે ચહલની ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફૉલોવરની સંખ્યા 1 મિલિયન સુધી પહોંચી ગઈ છે. નોંધનીય છે કે આઇપીએલના 13મી સીઝન 19 સપ્ટેમ્બર યૂએઇમાં રમવામાં આવશે. યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)આઇપીએલમાં આરસીબીની ટીમનો ભાગ છે. અત્યાર સુધી ચહલે આઇપીએલમાં 84 મેચ રમીને 100 વિકેટ લઈ લીધી છે.


છેલ્લી આઇપીએલમાં ચહલ 14 મેચ રમ્યો હતો અને 18 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આરસીબીના કૅપ્ટન કોહલીએ એકવાર ફરી ચહલ પાસે યૂએઇની પિચ પર શાનદાર સ્પિન બૉલિંગ માટે આશાઓ રાખી છે. આરસીબીની ટીમ અત્યાર સુધી એક પણ વાર આઇપીએલ ખિતાબ જીતી શકી નથી.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2020 12:30 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK