દેવેન્દ્રો સિંહ ૧૮-૨૩થી હાર્યો રેફરીના પક્ષપાતનો શિકાર

Published: 10th August, 2012 08:14 IST

બુધવારે ભારતીય બૉક્સર લૈશરામ દેવેન્દ્રો સિંહ લાઇટ ફ્લાય (૪૯ કિલો વર્ગ)માં આયર્લેન્ડના હરીફ પૅડી બાન્ર્સને જબરદસ્ત લડત આપ્યા બાદ ૧૮-૨૩થી હારી ગયો હતો. જોકે આ મૅચમાં રેફરીનું દેવેન્દ્રોની વિરુદ્ધમાં સખત વલણ હોવાને કારણે દેવેન્દ્રોએ હાર જોવી પડી હોવાનું ભારતીય ઍથ્લીટોના સંઘનું માનવું હતું.

 

 

બીજા રાઉન્ડમાં બાન્ર્સથી દેવેન્દ્રો માત્ર બે પૉઇન્ટ પાછળ હતો, પરંતુ એ તબક્કે દેવેન્દ્રોએ તેને માથું મારતાં દેવેન્દ્રોને રેફરીએ ચેતવણી આપી હતી અને બાન્ર્સને એ રાઉન્ડને અંતે ઘણી સરસાઈ સાથે બતાવવામાં આવ્યો હતો. બાન્ર્સને સેકન્ડ રાઉન્ડને અંતે ૧૦-૫થી આગળ બતાવવામાં આવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં બાન્ર્સને રેફરીની એક વૉર્નિંગ મળી હતી, પરંતુ દેવેન્દ્રોના આક્રમક અભિગમ છતાં અને તે સારું કમબૅક કરી રહ્યો હોવા છતાં છેક સુધી બાન્ર્સને વધુ પૉઇન્ટ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK