દિલ્હી કૅપિટલ્સ માટે સારી ગેમ રમવા માગે છે તુષાર દેશપાંડે અને લલિત યાદવ

Published: Sep 05, 2020, 13:27 IST | Agencies | Dubai

દિલ્હી કૅપિટલ્સે ખરીદેલા યુવા પ્લેયર તુષાર દેશપાંડે અને લલિત યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આ વર્ષે પોતાની ટૅલન્ટ બતાવવા ઘણા આતુર છે.

તુષાર દેશપાંડે
તુષાર દેશપાંડે

દિલ્હી કૅપિટલ્સે ખરીદેલા યુવા પ્લેયર તુષાર દેશપાંડે અને લલિત યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આ વર્ષે પોતાની ટૅલન્ટ બતાવવા ઘણા આતુર છે. પોતાની ટીમ માટે તેઓ મોટો સ્કોર કરવાનું લક્ષ્ય રાખે છે. દિલ્હી કૅપિટલ્સે આ ન્ને પ્લેયર્સને ૨૦-૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યા છે. તુષારે કહ્યું કે ‘આ મારી પહેલી આઇપીએલ છે અને મારા માટે ઘણી સ્પેશ્યલ છે. જોકે સારી વાત એ છે કે હું જે ગેમ રમવા માગતો હતો એ રમત મને રમવા મળી રહી છે. ક્રિકેટમાં મને બોલિંગ સૌથી વધારે ગમે છે. હું લગભગ ૬ મહિના પછી બોલિંગ કરીશ એટલે મારા માટે પણ આ એક પ્રકારની ચૅલેન્જ હશે. અહીં દરેક બોલર મારા સિનિયર છે અને મારા માટે આ એક સારી તક છે કે હું તેમના સંપર્કમાં આવી શક્યો છું. આશા રાખું છું કે મને તેમનું માર્ગદર્શન મળતું રહેશે અને મૅચ પ્રમાણે મારી સ્ટ્રૅટેજી પર હું કામ કરી શકીશ.’

lalit-yadav

લલિત યાદવ

સામા પક્ષે ૩૦ વર્ષનો લલિત યાદવ પહેલાં પણ દિલ્હી કૅપિટલ્સ સાથે આઇપીએલમાં રમી ચૂક્યો છે. લલિતે કહ્યું કે ‘હું પહેલાંથી ઘણા ડોમેસ્ટિક પ્લેયરોને ઓળખું છું; જેમ કે ઇશાન્તભાઈ, શિખરભાઈ, રિષભ પંત વગેરે. મારા જેવા યુવા પ્લેયર માટે આ એક સારી તક છે કે હું અનુભવી અને સિનિયર ક્રિકેટરો સાથે રમવાનો છું. દિલ્હી કૅપિટલ્સ એક એવી ટીમ છે જે યુવા પ્લેયરોને ટીમમાં રમવાની તક આપે છે. શ્રેયસ ઐયર, પૃથ્વી શૉ, રિષભ પંત જેવા પ્લેયર્સ દિલ્હીની ટીમના છે માટે તેમની સાથે રમીને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું પણ મને ગમશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK