IPL 2019 : હૈદરાબાદને 39 રને હરાવી દિલ્હીએ જીતની હેટ્રીક કરી

મુંબઈ | Apr 15, 2019, 09:08 IST

આઈપીએલ 2019માં રવિવારે બીજી મેચમાં દિલ્હીના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા રબાડાની 4 વિકેટ, કીમો પોલ અનેમોરિસ 3-3વિકેટની મદદથી દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદને તેના ઘરમાં 39 રનથી પરાજય આપીને જીતની હેટ્રીક લગાવી હતી.

IPL 2019 : હૈદરાબાદને 39 રને હરાવી દિલ્હીએ જીતની હેટ્રીક કરી
દિલ્હી કેપિટલ્સની 39 રને જીત (PC : Midday)

આઈપીએલ 2019માં રવિવારે બીજી મેચમાં દિલ્હીના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા રબાડાની 4 વિકેટ, કીમો પોલ અનેમોરિસ 3-3વિકેટની મદદથી દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદને તેના ઘરમાં 39 રનથી પરાજય આપીને જીતની હેટ્રીક લગાવી હતી. તો બીજી તરફ હૈદરાબાદનો આ સતત ત્રીજો પરાજય હતો. આ જીત સાથે દિલ્હીની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. પહેલી બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 18.5 ઓવરમાં 116 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 51 રન બનાવ્યા હતા.

હૈદરાબાદની શરૂઆત સારી રહી
દિલ્હીએ આપેલા 156 રનના લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ મળીને
72 રનની ભાગીદારી કરી પરંતુ 10મી ઓવરમાં તે કીમો પોલનો શિકાર થઈ ગયો હતો. જોની બેયરસ્ટોએ 31 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા અને ટીમને સારી શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ 12મી ઓવરમાં કગિસો રબાડાએ એક શાનદાર કેચ ઝડપ્યો અને કેન વિલિયમસન 3 રન બનાવીને કીમો પોલનો શિકાર બન્યો હતો. 13મી ઓવરના ચોથા બોલ પર ભુઈને જીવનદાર મળ્યું હતું. અમિત મિશ્રાના બોલ પર કોલિન મુનરોએ કેચ છોડ્યો હતો. ત્યારબાદ 15મી ઓવરમાં પોતાના બોલ પર અમિત મિશ્રાએ 44 રન પર રમી રહેલા ડેવિડ વોર્નરનો કેચ ડ્રોપ કર્યો હતો.

ઈનિંગની
18મી ઓવરમાં ક્રિસ મોરિસે હૈદરાબાદને વધુ ત્રણ ઝટકા આપ્યા હતા. તેણે દીપક હુડ્ડા (3), રાશિદ ખાન (0) અને અભિષેક શર્મા (3)ને આઉટ કર્યાં હતા. 103 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવનાર હૈદરાબાદે 112 રનના સ્કોર પર 8મી વિકેટ ગુમાવી દીધી હતી. ભુવનેશ્વર કુમાર (2) રબાડાનો શિકાર બન્યો હતો. ખલીલ અહમદને બોલ્ડ કરીને રબાડાએ હૈદરાબાદની ઈનિંગનો અંત આણ્યો હતો.

દિલ્હી તરફથી કિમો પોલે શાનદાર બોલિંગ કરતા
4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રબાડાએ 22 રન આપીને 4 તથા મોરિસે 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK