IPL 2019: પૃથ્વીના 99 રન બાદ સુપર ઓવરમાં રબાડાની બોલીંગે દિલ્હીને જીતાડ્યું

નવી દિલ્હી | Mar 31, 2019, 00:19 IST

સુપર ઓવરમાં દિલ્હી માત્ર 10 રન જ કરી શકી હતી. જેના જવાબમાં કોલકત્તાએ પહેલા જ બોલમાં ચોગ્ગો ફટકારીને બંને ટીમના જીવ ચોટાડી દીધા હતા. પરંતુ રબાડાની શાનદાર બોલીંગને પગલે દિલ્હીએ કોલકત્તાને હાર આપી હતી.

IPL 2019: પૃથ્વીના 99 રન બાદ સુપર ઓવરમાં રબાડાની બોલીંગે દિલ્હીને જીતાડ્યું
દિલ્હી કેપિટલ્સની જીત (PC : CricBuzz)

આઇપીએલમાં શનીવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે ઘણી રોમાંચક મેચ રહી હતી. જોકે આ મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. જોકે આ સુપર ઓવર પણ ઘણી રોમાંચક રહી હતી. આ સુપર ઓવરમાં દિલ્હી માત્ર 10 રન જ કરી શકી હતી. જેના જવાબમાં કોલકત્તાએ પહેલા જ બોલમાં ચોગ્ગો ફટકારીને બંને ટીમના જીવ ચોટાડી દીધા હતા. પરંતુ રબાડાની શાનદાર બોલીંગને પગલે કોલકત્તા માત્ર 7 રન જ કરી શકી હતી અને દિલ્હીએ આ મેચ જીતી લીધી હતી. મુંબઇના યુવા બેટ્સમેન પૃથ્વી શો નરવસ નાઇનટીનો શિકાર બન્યો હતો અને 99 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેની સાથે સુકાની શ્રેયશ અય્યરે પણ શાનદાર ઇનીંગ રમતા 43 રનની મહત્વપુર્ણ ઇનીંગ રમી હતી.

શરૂઆતના ઝટકા બાદ પૃથ્વી-શ્રેયશે બાજી સંભાળી
કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમે આપેલા 186 રનના લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર શિખર ધવન 16 રનના સસ્તામાં આઉટ થઇ ગયો હતો. આ સમયે દિલ્હીનો સ્કોર 1 વિકેટે 27 રન હતો. ત્યાર બાદ પૃથ્વી અને સુકાની શ્રેયશ અય્યરે બાજી સંભાળી હતી. બંન્ને વચ્ચે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી નોંધાવી હતી. શ્રેયસ અય્યરે 32 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રનની ઇનીંગ રમી હતી. તો યુવા બેટ્સમેન પૃથ્વી શોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે તે 99 રને આઉટ થતા ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. પૃથ્વીના આઉટ થવાથી દિલ્હીની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. પૃથ્વીએ 55 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 99 રન કર્યા હતા. આમ પુરી ટીમ અંતિમ ઓવરમાં સ્કોર લેવલ એટલે કે 185 રન કરતા મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. આ સુપર ઓવરમાં દિલ્હીના સુકાની શ્રેયશ અય્યર અને રીશભ પંત આવ્યા હતા. પરંતુ સુપર ઓવરમાં કોઇ ખાસ સ્કોર કરી ન શક્યા હતા અને માત્ર 9 રન જ કરી શક્યા હતા.

આ પણ જુઓ : IPL મેચમાં KKRના વિજય પછી કંઈક આવો હતો શાહરુખનો અંદાજ

IPL માં 99 રને આઉટ થનાર પૃથ્વી શો પહેલો ખેલાડી
પૃથ્વી શોએ કોલકત્તા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 55 બોલમાં 99 રન કર્યા હતા. જોકે પૃથ્વી શો 99 રન પર આઉટ થવા છતા એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. આમ આઇપીએલમાં પહેલીવાર કોઇ ખેલાડી 99 રને આઉટ થવાનો રેકોર્ડ પૃથ્વીના નામે નોંધાયો હતો. તો બીજી તરફ જો પૃથ્વી શો જો સદી ફટકારી હોત તો તે આઇપીએલમાં સૌથી નાની વયે સદી કરનાર પહેલો ક્રિકેટર બની જાત.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK