IPL 2019 : દિલધડક મેચમાં દિલ્હીએ અંતિમ ઓવરમાં પંજાબને 5 વિકેટે હરાવ્યું

નવી દિલ્હી | Apr 21, 2019, 11:42 IST

દિલ્હી કેપિટલ્સ ટીમે કિંગ્સ ઈલેવન પંજાબને 5 વિકેટે પરાજય આપીને આ સિઝનમાં પોતાનો છઠ્ઠો વિજય મેળવ્યો છે. આ સાથે દિલ્હીના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

IPL 2019 : દિલધડક મેચમાં દિલ્હીએ અંતિમ ઓવરમાં પંજાબને 5 વિકેટે હરાવ્યું
દિલ્લીની જીત (PC : CricBuzz)

આઇપીએલમાં શનીવારે રમાચેલી બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે કિંગ્સ ઈલેવન પંજાબને 5 વિકેટે પરાજય આપીને આ સિઝનમાં પોતાનો છઠ્ઠો વિજય મેળવ્યો છે. આ સાથે દિલ્હીના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. પહેલા બેટિંગ કરતા પંજાબે 20 ઓવરોમાં 7 વિકેટના ભોગે163 રન કર્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 166 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર 49 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 58 રન બનાવી અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી શિખર ધવને પણ અડધી સદી ફટકારી હતી. 

દિલ્હીને ચોથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. મનદીપ સિંહે પૃથ્વી શોને રન આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ ધવન અને શ્રેયસ અય્યરે સાથે મળીને મોટી ભાગીદારી કરી હતી. ધવને 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિઝનમાં તેની ત્રીજી અડધી સદી છે. 

13મી ઓવરના ત્રીજા બોલ પર ધવન 56 રન બનાવી આઉટ થયો હતો. ધવને 41 બોલ પર 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેને હાર્ડસ વિલ્જોને આર અશ્વિનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 16મી ઓવરમાં રિષભ પંત 6 રન બનાવી આઉટ થયો હતો. કોલિન ઇન્ગ્રામ (19)ને શમીએ બોલ્ડ કર્યો હતો. તેણે 9 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન દિલ્હીના કેપ્ટન શ્રેયર અય્યરે 45 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અક્ષર પટેલ 1 રન બનાવી રનઆઉટ થયો હતો. 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ક્રિસ ગેલ (69) તોફાની ઈનિંગની મદદથી દિલ્હીને 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લામિછાનેએ દિલ્હી તરફથી 4 ઓવરમાં 40 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી આ સિવાય રબાડાએ 4 ઓવરમાં 23 રન આપીને બે અને અક્ષર પટેલે 3 ઓવરમાં 22 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

પંજાબની ઈનિંગ
પંજાબની શરૂઆત અસરદાર ન રહી અને બીજી ઓવરમાં કેએલ રાહુલ 12 રન બનાવી આઉટ થઈ ગયો હતો. સંદીપ લામિછાનેને આ સફળતા મળી હતી. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરમાં રબાડાએ મયંક અગ્રવાલને આઉટ કર્યો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK