ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે વધુ એક અપસેટ સર્જાયો હતો. ગયા વર્ષની મહિલા સિંગલ્સ ચૅમ્પિયન સોફિયા કેનિન ગઈ કાલે બીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. પહેલા રાઉન્ડમાં જીત્યા બાદ કેનિને સ્વીકાર્યું હતું કે તે ખૂબ જ નર્વસ હતી અને એ જ નર્વસનેસને કારણે ૬૫મા ક્રમાંકિત કાઇયા કૅનેપી સામે તેણે ૩-૬, ૨-૬થી સીધા સેટમાં હાર જોવી પડી હતી. આ બન્ને ખેલાડીઓ વચ્ચેની આ પહેલાંની ટક્કરમાં પણ કૅનેપીએ બાજી મારી હતી. બીજી તરફ ટૉપ સીડેડ પહેલો રાઉન્ડ આસાનીથી ૬-૦, ૬-૦થી જીતી લીધો હતો, પણ ગઈ કાલે બીજા રાઉન્ડમાં મહેનત કરવી પડી હતી અને ઑસ્ટ્રેલિયાની ડૅરિયા ગૅવ્રિલોવાને ૬-૧, ૭-૬થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
પહેલી ગ્રૅન્ડ સ્લૅમમાં પહેલા જ રાઉન્ડમાં અંકિતા રૈના બહાર
ગ્રૅન્ડ સ્લૅમના મેઇન ડ્રૉમાં પ્રવેશ મેળવીને ત્રીજી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બનીને કમાલ કરનાર ટેનિસ-સ્ટાર અંકિતા રૈના ગઈ કાલે વિમેન્સ ડબલ્સમાં પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. અંકિતા અને તેની પાર્ટનર પહેલા રાઉન્ડમાં ૩-૬, ૦-૬થી હારી ગઈ હતી. મેન્સ ડબલ્સમાં પણ ભારતનો દિવિજ શરણ અને તેનો પાર્ટનર ૧-૬, ૪-૬થી હારી ગયો હતો. હવે ભારતનો એકમાત્ર પડકાર રોહન બોપન્ના રૂપે બચ્ચો છે. મેન્સ ડબલ્સમાં પહેલા રાઉન્ડમાં આઉટ થનાર બોપન્ના હવે મિક્સ્ડ ડબલ્સમાં કોર્ટમાં ઊતરશે.
મુસ્તફિઝુર રહેમાન નૅશનલ ટીમ માટે તેડું આવશે તો આઇપીએલ છોડી દેશે
25th February, 2021 12:11 ISTઆઇપીએલ સ્ટાઇલમાં આવી રહી છે ચેસની ગ્લોબલ લીગ
25th February, 2021 12:11 ISTઅમ્પાયરે કૅપ લેવાની ના પાડી દેતાં શાહિદ આફ્રિદી થયો નારાજ
25th February, 2021 10:44 ISTગેઇલનો ટી20માં વધુ એક વર્લ્ડ રેકૉર્ડ
25th February, 2021 10:44 IST