Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં દીપક પુનિયાની એન્ટ્રી

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં દીપક પુનિયાની એન્ટ્રી

22 September, 2019 11:23 AM IST | મુંબઈ ડેસ્ક

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં દીપક પુનિયાની એન્ટ્રી

દીપક પુનિયા

દીપક પુનિયા


કઝાકિસ્તાન : (પી.ટી.આઇ.) ભારતના પહેલવાન દીપક પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. ૮૬ કિલોગ્રામની કૅટેગરીમાં પુનિયાએ સ્વિટ્ઝરલૅન્ડના સ્ટિફન રૈચમૂથને ૮-૨થી હરાવીને મેડલ મેળવી લીધો છે. ફાઇનલમાં તેનો મુકાબલો ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક ચૅમ્પિયન ઈરાની રેસલર હસન યજદાની સામે થશે. જો દીપક આ ફાઇનલ મૅચ જીતે તો વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર બીજો ભારતીય રેસલર બની જશે. આ અગાઉ ૨૦૧૦માં સુશીલ કુમારે મોસ્કોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપકે શનિવારે સેમી ફાઇનલમાં રમીને ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિક્સ માટે પણ ક્વૉલિફાય કરી લીધું છે. આ યાદીમાં દીપક ઉપરાંત વિનેશ ફોગાટ, રવિ દહિયા અને બજરંગ પુનિયાનાં નામ પણ સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 11:23 AM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK