ભારતીય ફાસ્ટ બોલર દિપક ચહરે રવિવારે બાંગ્લાદેશ સામે વર્લ્ડ રેકોર્ડ પ્રદર્શન કરતાં 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેને આનાથી 88 સ્થાનનો ફાયદો થયો છે અને તે બોલર્સ રેન્કિંગમાં 42મા સ્થાને પહોંચી ગયો છે. જોકે બોલર્સ રેન્કિંગમાં સ્લો-બોલર્સનો દબદબો રહ્યો છે. ટોપ-9 માંથી 8 સ્પિનર્સ છે. રાશિદ ખાન 757 પોઈન્ટ્સ સાથે નંબર 1 અને મિચેલ સેન્ટનર 700 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ નંબર 2 બોલર છે. રવિવારે દિપક ચહર ભારત માટે T-20માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. તેના પ્રદર્શન થકી ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી.
બાબર આઝમ પ્રથમ ક્રમે યથાવત, ભારતના રોહિત અને રાહુલનો ટોપ-10માં સમાવેશ
રોહિત શર્મા બેટ્સમેન રેન્કિંગમાં સાતમા સ્થાને છે. તેના પછી લોકેશ રાહુલનો નંબર આવે છે. રાહુલે રવિવારે 52 રન કર્યા હતા અને એક સ્થાનના ફાયદા સાથે આઠમા સ્થાને આવ્યો છે. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન 782 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો કપ્તાન આરોન ફિન્ચ 807 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. બાબર આઝમે પોતાનો નંબર 1 રેન્ક જાળવી રાખ્યો છે, તે 876 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. ભારત સામેની નિર્ણાયક મેચમાં 81 રનની ઇનિંગ્સ મોહમ્મદ નઇમ, ઇંગ્લેન્ડના જોની બેરસ્ટો સાથે સંયુક્તપણે 38મા સ્થાને છે.
આ પણ જુઓ : જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ
ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન પ્રથમ સ્થાને, ઓસ્ટ્રેલિયા કરતા માત્ર 1 પોઇન્ટ આગળ
પાકિસ્તાન 270 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 269 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. ત્રણેય ટીમ વચ્ચે પાંચ-પાંચ પોઈન્ટ્સનો જ અંતર છે.
ઇન્ડિયન સિક્સર કિંગ રોહિત શર્મા
Dec 13, 2019, 16:23 ISTકોહલી-રોહિત ટી20માં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓમાં પહેલા ક્રમે
Dec 13, 2019, 15:42 ISTIPLની હરાજી માટે 332 પ્લેયર શૉર્ટલિસ્ટ: બે કરોડની બેઝ પ્રાઇસમાં એક પણ ભારતીય નહીં
Dec 13, 2019, 15:15 ISTસ્પોર્ટ્સ મંત્રાલયે પદ્મમ અવૉર્ડ માટે 9 નામ મોકલ્યાં, તમામ મહિલા
Dec 13, 2019, 15:06 IST