Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ડિયર ઇન્ડિયા, આ મારી ટીમ છે અને મને મારા પ્લેયર્સ પર ગર્વ છે : છેત્રી

ડિયર ઇન્ડિયા, આ મારી ટીમ છે અને મને મારા પ્લેયર્સ પર ગર્વ છે : છેત્રી

12 September, 2019 12:26 PM IST | નવી દિલ્હી

ડિયર ઇન્ડિયા, આ મારી ટીમ છે અને મને મારા પ્લેયર્સ પર ગર્વ છે : છેત્રી

સુનીલ છેત્રી

સુનીલ છેત્રી


દોહામાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ અને એએફસી એશિયન કપ જૉઇન્ટ ક્વૉલિફાયર રાઉન્ડ-2માં કતાર સામે ભારતની ફુટબૉલ ટીમે ફાઇટિંગ-ડ્રૉ મેળવી હતી. આ માટે પ્રાઉડ ફીલ કરનાર ભારતના કૅપ્ટન સુનીલ છેત્રીએ કહ્યું હતું કે ‘મને મારી ટીમ પર ગર્વ છે. ગુરપ્રીત સિંહ સંધુની કૅપ્ટન્સીમાં ભારતે કતાર સામે ડ્રૉ મેળવીને પહેલો પૉઇન્ટ મેળવ્યો હતો.’

આ પણ વાંચો : ઑલિમ્પિક ક્વૉલિફાયર મૅચની તૈયારીના ભાગરૂપે ભારતની હૉકી ટીમ બેલ્જિયમની ટૂર પર



સુનીલ ફીવરને કારણે એ મૅચમાં નહોતો રમ્યો. ટ્વ‌િટર પર આનંદ વ્યક્ત કરી સુનીલે ટ્વીટ કર્યું, ‘ડિયર ઇન્ડિયા, આ મારી ટીમ છે અને આ મારા પ્લેયર્સ છે. મને આ ક્ષણ પર કેટલો ગર્વ છે એ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. પૉઇન્ટ ટેબલની દૃષ્ટિએ બહુ મોટું રિઝલ્ટ નથી, પણ ટીમે જે રીતે ફાઇટ આપી એ મોટી વાત છે. આનો શ્રેય કોચિંગ સ્ટાફ અને ડ્રેસિંગ રૂમને જાય છે.’
ભારત આગામી ક્વૉલિફાયર મૅચમાં ૧૫ ઑક્ટોબરે બંગલા દેશની યજમાની કરશે.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 12:26 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK