ડીન જૉન્સની અણધારી વિદાય

Published: 25th September, 2020 12:45 IST | Agencies | New Delhi

૯૦ના દાયકાની ઑસ્ટ્રેલિયન ટીમમાં વનડાઉન બૅટ્સમૅન તરીકે ડીન જૉન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા. ઍલન બૉર્ડરની કૅપ્ટન્સી હેઠળની અપરાજેય મનાતી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં ડીન જૉન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા

૯૦ના દાયકાની ઑસ્ટ્રેલિયન ટીમમાં વનડાઉન બૅટ્સમૅન તરીકે ડીન જૉન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા.
૯૦ના દાયકાની ઑસ્ટ્રેલિયન ટીમમાં વનડાઉન બૅટ્સમૅન તરીકે ડીન જૉન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા.

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ડીન જૉન્સનું ગઈ કાલે મુંબઈની હોટેલમાં હાર્ટ-અટૅકને લીધે નિધન થયું હતું. તેઓ ૫૯ વર્ષના હતા. યુએઈમાં ચાલી રહેલી આઇપીએલ માટે સ્ટાર સ્પોર્ટ્સ કૉમેન્ટરી પૅનલના સભ્ય હતા અને મુંબઈ સ્ટુડિયોમાંથી કૉમેન્ટરી આપતા હતા. જૉન્સ મુંબઈની સેવન સ્ટાર હોટેલમાં કોરોના સંબંધિત બાયો સિક્યૉર બબલની સુરક્ષામાં હતા. ત્યાં હાર્ટ-અટૅક આવતાં તેમનું નિધન થયું છે. જૉન્સના અવસાનથી ક્રિકેટજગત શોકમય બની ગયું છે.
ક્રિકેટ કરીઅર
૯૦ના દાયકાની ઑસ્ટ્રેલિયન ટીમમાં વનડાઉન બૅટ્સમૅન તરીકે ડીન જૉન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા. ઍલન બૉર્ડરની કૅપ્ટન્સી હેઠળની અપરાજેય મનાતી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં ડીન જૉન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા. વન-ડે ફૉર્મેટના તેઓ શ્રેષ્ઠ ખેલાડી ગણાતા હતા. જૉન્સે ઑસ્ટ્રેલિયા માટે બાવન ટેસ્ટમાં ૪૬.૫૫ની ઍવરેજથી ૩૬૩૧ રન બનાવ્યા છે જેમાં ૧૧ સેન્ચુરી અને ૧૪ હાફ સેન્ચુરી સામેલ છે. ૧૬૪ વન-ડેમાં ૪૪.૬૧ની ઍવરેજથી ૬૦૬૮ રન બનાવવામાં જૉન્સને સફળતા મળી હતી, જેમાં તેમની ૭ સેન્ચુરી અને ૪૬ હાફ સેન્ચુરી સામેલ છે. આ ઉપરાંત ૧૯૮૭ વર્લ્ડ કપ વિજેતા ટીમનો તેઓ હિસ્સો રહ્યા હતા. ૧૯૮૪થી ૧૯૯૨ દરમ્યાન ઑસ્ટ્રેલિયા માટે અગ્રેસિવ ક્રિકેટ રમ્યા હતા. ૧૯૮૪માં ગ્રેહામ યેલપ ઈજાગ્રસ્ત થઈને હટી જતાં ઑસ્ટ્રેલિયાની વેસ્ટ ઇન્ડીઝ ટૂરમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ પણ સ્ટીવ સ્મિથ બીમાર પડતાં તેમનો નંબર લાગી ગયો હતો, પણ ડેબ્યુ મૅચમાં ૪૮ રનની ઇનિંગ્સ રમ્યા હતાં જૉન્સે તેમની આ ૪૮ રનની ઇનિંગ્સને તેમની બેસ્ટ ઇનિંગ ગણાવી હતી, કેમ કે મૅચ પહેલાં તેઓ બીમાર હતા છતાં રમ્યા હતા.
ડીન જૉન્સની ચેન્નઈની એ યાદગાર ટાઇ ટેસ્ટમાં ફટકારેલી ડબલ સેન્ચુરી ક્રિકેટપ્રેમીઓ હજી ભુલ્યા નથી. સખત ગરમીમાં પરસેવે રેબઝેબ હાલતમાં તે મેદાનમાં ટકી રહ્યો હતો. ૩૩૦ બૉલમાં ૨૧૦ રનની ઇનિંગ્સ રમ્યો હતો અને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
રિટાયરમેન્ટ બાદ બન્યા કૉમેન્ટેટર
સાઉથ એશિયામાં ક્રિકેટના વિકાસ માટે ડીન જૉન્સ ઍમ્બૅસૅડર તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેઓ સારા કૉમેન્ટેટર પણ હતા. આઇપીએલ માટે આ વર્ષે સ્ટાર સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા હતા અને મુંબઈ સ્ટુડિયોમાંથી થતી કૉમેન્ટરીમાં બ્રેટ લી, બ્રાયન લારા, ગ્રેહામ સ્વાન અને સ્કૉટ સ્ટાયરિસ સાથે પૅનલમાં હતા. એ ઉપરાંત વિવિધ ચૅનલ્સ પર ક્રિકેટ સંબંધી શોનું સંચાલન પણ તેઓ કરતા હતા.

સ્ટાર સ્પોર્ટ્સે આપી શ્રદ્ધાંજલિ
ડીન જૉન્સના નિધનના સમાચાર અને શ્રદ્ધાંજલિ આપતાં સ્ટાર સ્પોર્ટ્સે કહ્યું કે ‘અમને જણાવતાં દુઃખ થાય છે કે મિસ્ટર ડીન મેરવિન જૉન્સનું કાર્ડિઍક અરેસ્ટને લીધે અચાનક નિધન થયું છે. તેમના પરિવારના દુઃખમાં અમે સહભાગી છીએ અને આ કપરા સમયમાં તેમને સપોર્ટ આપવા અમે તેમના પડખે છીએ. જરૂરી વ્યવસ્થા કરવા માટે અમે ઑસ્ટ્રેલિયન હાઈ કમિશન સાથે સતત સંપર્કમાં છીએ.’

ક્રિકેટજગતે આપી શ્રદ્ધાંજલિ
તે એક ડાયનૅમિક ક્રિકેટર હતો. માઇક ઉપરાંત તેણે બૅટ સાથે પણ નવાં સ્ટાન્ડર્ડ્સ સેટ કર્યાં હતાં.
- સુનીલ ગાવસકર
ડીન જૉન્સના નિધનના આ સમાચાર ઘણા હૃદયભેદક છે. એક સારી વ્યક્તિ આપણી વચ્ચેથી વહેલી જતી રહી. મારી પહેલી ઑસ્ટ્રેલિયા ટૂર દરમ્યાન તેમની સામે રમવાની મને તક મળી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના આત્મીયજનોના દુઃખમાં હું સહભાગી છું.
- સચિન તેન્ડુલકર
ડીન જૉન્સના નિધનના સમાચાર સાંભળી ઘણો આંચકો લાગ્યો. તેમના પરિવાર અને મિત્રોને આ સમયમાં તાકાત મળી રહે એવી પ્રાર્થના કરું છું.
- વિરાટ કોહલી
સ્પીચલેસ. ભાંગી પડ્યો છું. ગ્રેટ મૅનના આત્માને ઈશ્વર શાંતિ આપે.
- માઇકલ ક્લાર્ક
ડીન જૉન્સે ક્રિકેટમાં ક્રાન્તિ આણી હતી. હું તેને પ્રેમ કરતો હતો.
- ઍલન બૉર્ડર
મને આ સમાચાર પર ભરોસો નથી આવતો. આ સાંભળીને ઘણું દુઃખ થયું. ડિનોના આત્માને ભગવાન શાંતિ આપે. તું ઘણો યાદ આવીશ.
- ડેવિડ વૉર્નર
ડિનોસના નિધનના સમચાર સાંભળી ઘણું આશ્ચર્ય થયું છે. આ કપરા સમયમાં જૅન અને તેના પરિવારનાં દુઃખમાં હું સહભાગી છું. ગેમ માટે જબરું પૅશન ધરાવતો તે એક ઉમદા અને ગ્રેટ મૅન હતો.
- ઍરૉન ફિન્ચ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK