ડેવિડ વોર્નરે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો, સચિનનો પણ રેકોર્ડ ખતરામાં

London | Jun 25, 2019, 21:20 IST

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્રન કે જે ક્રિકેટમાં એક વર્ષ દુર રહ્યા બાદ વર્લ્ડ કપમાં ધમાકેદાર વાપસી કરી છે. વર્લ્ડ કપ 2019મા ડેવિડ વોર્નરે પોતાના 500 રન પૂરા કરી લીધા છે. ઈંગ્લેન્ડ સામે વિશ્વકપની 32મી મેચમાં તેણે આ આંકડો પાર કર્યો અને 53 રન કર્યા.

ડેવિડ વોર્નરે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો, સચિનનો પણ રેકોર્ડ ખતરામાં
ડેવિડ વોર્નર

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં અનેક રેકોર્ડ બન્યા છે અને તુટ્યા છે. ત્યારે વધુ એક રેકોર્ડ તુટ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓપનીંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે આ અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં ડેવિડ વોર્નરે પોતાની ટીમ માટે અડધી સદી ફટકારી અને પહેલી વિકેટ માટે ફિન્ચ સાથે (123) રનની ભાગીદારી કરી હતી. પોતાની આ ઈનિંગ બાદ વોર્નર હાલના વિશ્વકપમાં 500 રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

ડેવીડ વોર્નરના 500 રન પૂરા
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્રન કે જે ક્રિકેટમાં એક વર્ષ દુર રહ્યા બાદ વર્લ્ડ કપમાં ધમાકેદાર વાપસી કરી છે. વર્લ્ડ કપ 2019મા ડેવિડ વોર્નરે પોતાના 500 રન પૂરા કરી લીધા છે. ઈંગ્લેન્ડ સામે વિશ્વકપની 32મી મેચમાં તેણે આ આંકડો પાર કર્યો અને 61 બોલ પર 53 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ વિશ્વકપમાં વોર્નર 500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વોર્નરે આ વિશ્વકપમાં અત્યાર સુધી 7 મેચોમાં 83.33ની એવરેજથી કુલ 500 રન બનાવ્યા છે. તેમાં બે સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. આ વિશ્વકપમાં તેનો બેસ્ટ સ્કોર 166 રન છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ ખતરામાં છે
વર્લ્ડ કપના ઇતિહાસમાં 1 સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને વર્ષ
2003ના વર્લ્ડ કપમાં કુલ 673 રન બનાવ્યા હતા અને ગોલ્ડન બેટ જીત્યું હતું. ત્યારથી વિશ્વકપની એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે, પરંતુ આ વખતે લાગી રહ્યું છે કે આ રેકોર્ડ તૂટી શકે છે. વોર્નર સિવાય ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિન્ચ પાસે પણ સચિનનો રેકોર્ડ તોડવાની તક છે. તે પણ આ વિશ્વકપમાં 500 રનની નજીક પહોંચી ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK