Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વોર્નરે ક્રિકેટ રચ્યો ઇતિહાસ, ક્રિકેટના ભગવાન સચિનને પણ છોડ્યો પાછળ

વોર્નરે ક્રિકેટ રચ્યો ઇતિહાસ, ક્રિકેટના ભગવાન સચિનને પણ છોડ્યો પાછળ

21 June, 2019 02:53 PM IST | London

વોર્નરે ક્રિકેટ રચ્યો ઇતિહાસ, ક્રિકેટના ભગવાન સચિનને પણ છોડ્યો પાછળ

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર


London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં અનેક રેકોર્ડ તુડ્યા છે અને નવા રેકોર્ડ બન્યા છે. ત્યારે વધુ એક રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે જોડાયો છે. ગુરૂવારે બાંગ્લાદેશ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. ડેવિડ વોર્નર આઉટ થતા પહેલા 166 રન બનાવ્યા હતા. વનડે ક્રિકેટના ઈતિહાસમાં ડેવિડ વોર્નરની આ છઠ્ઠી વખત 150થી વધારે રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં જ્યારે ડેવિડ વોર્નરને બાંગ્લાદેશ વિરૂદ્ધ 151માં રન બનાવતા જ ઈતિહાસ રચી દીધો.

વર્લ્ડ કપમાં બેવાર 150થી વધુનો સ્કોર કરનાર વોર્નર પહેલો ખેલાડી બન્યો
ડેવીડ વોર્નરે અલગ-અલગ દેશો સામે 150થી વધારે રનનો વ્યક્તિગત સ્કોર કરનાર પહેલો ખેલાડી બની ગયો છે. બાંગ્લાદેશ સામેના મેચમાં  વૉર્નરે 147 બૉલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 166 રન બનાવ્યા હતા. તે આઈસીસી વન ડે વર્લ્ડ કપમાં બે વાર 150થી વધારેનો સ્કોર બનાવનારો પહેલો ખેલાડી બની ગયો છે.

જાણો, વોર્નરે કઇ ટીમ સામે કેટલો સ્કોર કર્યો...
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટર ડેવીડ વૉર્નરે પાકિસ્તાનની સામે 179, અફઘાનિસ્તાનની સામે 178, દક્ષિણ આફ્રિકા સામે 173, બાંગ્લાદેશ સામે 166, શ્રીલંકા સામે 163 અને ન્યૂઝીલેન્ડની સામે 156 રન બનાવ્યા છે. 150થી વધારેનો સ્કોર બનાવવાનાં મામલે ડેવિડ વૉર્નરે ક્રિકેટનાં ‘ભગવાન’ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. તેંડુલકરની સાથે ક્રિસ ગેલ પણ છે જેણે 5 વાર 150થી વધારેનો સ્કોર બનાવ્યો છે. જો કે આ મામલે ભારતીય ટીમનો ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પહેલા નંબરે છે, જેણે 7 વાર 150થી વધારેનો સ્કોર બનાવ્યો છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વનડે ક્રિકેટમાં 150+ રનનો વ્યક્તિગત સ્કોર
1) રોહિત શર્મા - 7 વખત
2) ડેવિડ વોર્નર - 6 વખત
3) સચિન તેંડુલકર - 5 વખત
4) ક્રિસ ગેલ - 5 વખત
5) હાશિમ અમલા - 4 વખત
6) સનથ જયસુર્યા - 4 વખત
7) વિરાટ કોહલી - 4 વખત


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 02:53 PM IST | London

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK