ડેવિડ વોર્નર ત્રીજીવાર પિતા બન્યો, દિકરીનું આ નામ રાખ્યું

Published: Jul 01, 2019, 20:47 IST | London

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનર અને વિસ્ફોટક ક્રિકેટર ડેવિડ વોર્નર ત્રીજીવાર પિતા બન્યો છે. તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો.

File Photo
File Photo

London : વર્લ્ડ કપ 2019નું ટાઇટલ જીતવા માટે મુખ્ય દાવેદાર ગણાતી ઓસ્ટ્રેલિયા ટીમના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર માટે સારા સમાચાર આવી રહ્યા છે. વર્લ્ડ કપમાં રમતા ડેવિડ વોર્નરના ઘરે પુત્રીનો જન્મ થયો છે. ડેવીડ લોર્નરે પોતાના ઇન્સ્ટેગ્રામમાં ફોટો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.

વોર્નરના ઘરે ત્રીજી દિકરીનો જન્મ થયો
મહત્વનું છે કે
ડેવિડ વોર્નર અને કેન્ડી વોર્નરના પરિવારમાં આ ત્રીજા બાળકનો જન્મ થયો છે. વોર્નરને પહેલાથી બે પુત્રી છે. આ વાતથી વોર્નર ઘણો ખુશ છે.


ડેવિડ વોર્નરે પોતાની આ પુત્રીનું નામ ઇસ્લા રોઝ વોર્નર રાખ્યું છે. ડેવિડ વોર્નરે જણાવ્યું કે
, તેની પત્ની અને બેટી સ્વસ્થ છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વોર્નરે પોતાના ઇન્સ્ટેગ્રામ પર શેર કર્યો ફોટો
ડેવિડ વોર્નરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે
, જેમાં તેની પત્ની અને બે પુત્રીઓ નવા સભ્ય સાથે ખુશ જોવા મળી રહ્યાં છે. તો ડેવિડ વોર્નરે આ પોસ્ટમાં લખ્યું છે, 'અમે અમારા નવા સભ્યનું નામ ઇસ્લા રોઝ વોર્નર (પુત્રીનું નામ) નું પરિવારમાં સ્વાગત કરીએ છીએ, જેનો જન્મ ગત રાત્રીએ 10.30 કલાકે થયો છે. પત્ની કેન્ડી વોર્નર અને પુત્રી સ્વસ્થ છે અને મોટી બહેનની ખુશીનું ઠેકાણું નથી.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK