એરોન ફિંચ અને ડેવીડ વોર્નરે વર્લ્ડ કપના ઇતિહાસમાં બનાવ્યો અનોખો રેકોર્ડ

Published: Jun 25, 2019, 20:40 IST | London

ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનર એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નર પોતાની ટીમને સતત સારી શરૂઆત આપી રહ્યાં છે. બંન્ને ઓપનિંગ બેટ્સમેનોની મદદથી ઓસ્ટ્રેલિયન ટીમ વિજયરથ પર સવાર છે.

ડેવિડ વોર્નર અને એરોન ફિંચ
ડેવિડ વોર્નર અને એરોન ફિંચ

London : આમ તો ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 અનેક કારણોથી લોકોને હંમેશા માટે યાદ રહી જશે. પરંતુ આ વર્લ્ડ કપ ડેવિડ વોર્નર અને એરોન ફિંચ માટે હંમેશા માટે યાદગાર રહેશે. બંનેએ એવો રેકોર્ડ નોંધાવ્યો છે જે આ પહેલા કોઇ ઓપનરોએ વર્લ્ડ કપમાં નોતો નોંધાવ્યો.

ફિંચ અને વોર્નર ટીમને સતત સારૂ શરૂઆત અપાવી રહ્યા છે
ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનર એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નર પોતાની ટીમને સતત સારી શરૂઆત આપી રહ્યાં છે. બંન્ને ઓપનિંગ બેટ્સમેનોની મદદથી ઓસ્ટ્રેલિયન ટીમ વિજયરથ પર સવાર છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ આ બંન્ને ખેલાડીઓએ સદીની ભાગીદારી કરી અને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે.

Aaron Finch and David Warner
ફિન્ચ તથા વોર્નરનો નવો રેકોર્ડ 
વિશ્વ કપની 32મી મેચમાં એરોન ફિન્ચ તથા ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. વનડે વિશ્વ કપમાં પ્રથમ વિકેટ માટે સતત 50 રનથી વધુની ભાગીદારી કરનાર ફિન્ચ અને વોર્નર વિશ્વની પ્રથમ ઓપનિંગ જોડી બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડન વચ્ચે પ્રથમ વિકેટ માટે સતત 50 રનની ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરપથી ડેવિડ બૂન તથા જ્યોરફ માર્શે પણ વિશ્વકપમાં પ્રથમ વિકેટ માટે ચાર વખત 50 કરતા વધુ રનની ભાગીદારી કરી હતી. કાંગારૂ ટીમ તરફથી વિશ્વકપમાં માર્ક વો અને રિકી પોન્ટિંગે સાત વખત 50થી વધુની ભાગીદારી કરી છે. આ બંન્નેએ આ કમાલ 1996 અને 1999ના વિશ્વકપમાં કર્યો હતો. વિશ્વકપમાં પ્રથમ વિકેટ માટે 50થી વધુની ભાગીદારી કરનારી પાંચ મુખ્ય જોડીઓ આ છે.


આ પણ વાંચો : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

સતત સૌથી વધુ વખત 50+ની ઓપનિંગ ભાગીદારી 

1) 5
ડેવિડ વો્નર - આરોન ફિન્ચ (2019) *
2) 4
જી ફ્લાવર - સી ટાવારે (1983)
3) 4
ડી બૂન - જી માર્શ (1987-92)
4) 4
એ સોહિલ - એસ અનવર (1996)
5) 4
ગિલક્રિસ્ટ - હેડન (2003-07)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK