World Cup 2019:ભારત માટે રાહતના સમાચાર, ડેલ સ્ટેન ટુર્નામેન્ટમાંથી બહાર

Jun 04, 2019, 18:16 IST

ICC વર્લ્ડ કપ 2019ની શરુઆતમાં જ 2 હાર સાથે સાઉથ આફ્રિકા પ્રેશરમાં છે ત્યારે ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકાના અનુભવી ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજાના કારણે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

World Cup 2019:ભારત માટે રાહતના સમાચાર, ડેલ સ્ટેન ટુર્નામેન્ટમાંથી બહાર
ડેલ સ્ટેન ટુર્નામેન્ટમાંથી બહાર

ICC વર્લ્ડ કપ 2019ની શરુઆતમાં જ 2 હાર સાથે સાઉથ આફ્રિકા પ્રેશરમાં છે ત્યારે ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકાના અનુભવી ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજાના કારણે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ડેલ સ્ટેનની ખભાની ઈજા હજુ સુધી સારી થઈ નથી જેના કારણે સાઉથ આફ્રિકાની ટુર્નામેન્ટમાંથી બહાર થવુ પડી રહ્યું છે. 5 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાવા જઈ રહી છે જેમાં સાઉથ આફ્રિકાનો દિગ્ગજ બોલર ડેલ સ્ટેન ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે.

ભારતને તેની વર્લ્ડ કપની પહેલી મેચમાં સાઉથ આફ્રિકન બોલર્સના પ્રહાર સામે થોડી રાહત મળી શકે છે. સાઉથ આફ્રિકા પહેલી 2 મેચ હારીને પ્રેશરમાં છે ત્યારે નવુ સંકટ સાઉથ આફ્રિકન ટીમ પર તોળાયું છે. સાઉથ આફ્રિકન ટીમના બે સ્ટાર બોલર એન્ગિડી અને ડેલ સ્ટેન ઈજાના કારણે વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. હાશિમ આમલા પણ તેમની ઈજા સામે ઝઝૂમી રહ્યા છે અને તેમના રમવા પર હજુ પણ શંકા છે.

આ પણ વાંચો: ધોની, હાર્દિક અને લોકેશ રાહુલે સાઉથમ્પટનની રસ્તાર્ઓમાં ફરતા જોવા મળ્યા

ડેલ સ્ટેનની જગ્યાએ વર્લ્ડ કપ 2019માં બ્યૂરન હેંડ્રિક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બ્યૂરન હેંડ્રિક્સ 5 જૂને ભારત સામે રમાનારી મેચમાં ટીમ સાથે જોડાશે. બ્યૂરને આ વર્ષે જ સાઉથ આફ્રિકની વન-ડે ટીમમાં ડેબ્યૂ કર્યું છે. ડેલ સ્ટેન આઈપીએલ 2019માં ઈજાગ્રસ્ત થયો હતો. આઈપીએલમાં પણ તે રોયલ ચેલેન્જર માટે માત્ર 2 મેચ રમી શક્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK