Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકાનો શ્રેષ્ઠ બોલર છે સ્ટેન

સાઉથ આફ્રિકાનો શ્રેષ્ઠ બોલર છે સ્ટેન

14 February, 2019 02:15 PM IST |

સાઉથ આફ્રિકાનો શ્રેષ્ઠ બોલર છે સ્ટેન

અનોખી ઉજવણી: ડેલ સ્ટેનને ખભા પર ઊંચકી લેતા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ

અનોખી ઉજવણી: ડેલ સ્ટેનને ખભા પર ઊંચકી લેતા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ


ગઈ કાલે સૌથી વધુ ટેસ્ટ-વિકેટ લેવાના પોતાના રેકૉર્ડને તોડનાર ડેલ સ્ટેનની પ્રશંસા કરતાં શૉન પોલૉકે કહ્યું હતું કે ‘તે સાઉથ આફ્રિકાનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ બોલર છે. ગઈ કાલે સેન્ચુરિયનમાં રમાયેલી પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં ફખર ઝમાનને આઉટ કરતાંની સાથે જ તેણે કુલ ૪૨૨ વિકેટ લીધી હતી. સ્ટેન વિવિધ ઈજાઓને કારણે છેલ્લાં ૩ વર્ષથી કુલ ૨૭ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. ૩૫ વર્ષના સ્ટેનને સાથી ખેલાડીઓએ ખભા પર ઊંચકી લીધો હતો. કૅગિસો રબાડાએ સ્લિપમાં ઝમાનનો કૅચ પકડ્યો હતો.

ભારત સામે નવેમ્બર ૨૦૧૫માં ઈજાને કારણે તે બહાર ગયો હતો, પરંતુ એ પહેલાં ૨૦૦૯થી તે સતત ૪૮ ટેસ્ટમાં રમ્યો હતો. સ્ટેને જુલાઈ ૨૦૧૫માં પોતાની ૪૦૦મી વિકેટ લીધી હતી. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 02:15 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK