કોરોનાના નવા કેસ ન આવતાં ટ્રેઇનિંગ શરૂ કરી સીએસકેએ

Published: Sep 05, 2020, 13:27 IST | Agencies | Dubai

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારથી આઇપીએલ માટેની ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે.

સીએસકે ટીમ
સીએસકે ટીમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારથી આઇપીએલ માટેની ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. આ ટ્રેઇનિંગમાં તેમના કોરોનાગ્રસ્ત બે પ્લેયરોનો સમાવેશ નહોતો. સીએસકેના ૧૩ મેમ્બર કોરોના-પૉઝિટિવ આવ્યા હતા, જેમાં બે પ્લેયર્સ પણ હતા, આથી સમગ્ર ટીમને ફરી ક્વૉરન્ટીન કરવામાં આવી હતી. ગુરુવારે તેમના ૧૩ મેમ્બર્સ સિવાયના દરેક પ્લેયર અને સપોર્ટ-સ્ટાફની ત્રીજી ટેસ્ટ કરાવવામાં આવી હતી, જેમાં દરેક પ્લેયરને સપોર્ટ-સ્ટાફ કોરોના-નેગેટિવ આવતાં ટ્રેઇનિંગ શરૂ કરવામાં આવી હતી. હવે તેમની બે વાર કોરોના-ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ ટીમમાં પાછા ફરી શકશે. ટ્રેઇનિંગ શરૂ કરનાર ટીમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી છેલ્લી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK