અબજપતિ થનારો ત્રીજો ખેલાડી અને પ્રથમ ફુટબોલર બનશે રોનાલ્ડો

Published: Apr 06, 2020, 13:30 IST | Agencies | Lisbon

ક્રિસ્ટિઆનો રોનાલ્ડો પોતાની ફુટબૉલ કરીઅરમાં એક અબજની કમાણી કરનારો પહેલો ફુટબોલર અને ઓવરઑલ ત્રીજો પ્લેયર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

ક્રિસ્ટિઆનો રોનાલ્ડો
ક્રિસ્ટિઆનો રોનાલ્ડો

ક્રિસ્ટિઆનો રોનાલ્ડો પોતાની ફુટબૉલ કરીઅરમાં એક અબજની કમાણી કરનારો પહેલો ફુટબોલર અને ઓવરઑલ ત્રીજો પ્લેયર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. યુવેન્ટ્સમાં જોડાયા બાદ તેના પગારમાં ૪૦ લાખ યુરોનો કાપ મૂક્યો હોવા છતાં તે આ દિશામાં આગેકૂચ કરી રહ્યો છે. 

‘ફૉર્બ્સ’એ જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે રોનાલ્ડોએ ૧૦૯૦ લાખ ડૉલરની કમાણી કરી હતી. એક અન્ડરવેર લાઇન પાસેથી મળતી સ્પૉન્સરશિપને કારણે તેની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો છે. રોનાલ્ડોએ ૨૦૦૨માં પ્રોફેશનલ ફૂટબૉલમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી તેણે કરેલી કુલ કમાણીનો આંકડો એક અબજને વટાવવાની તૈયારીમાં છે.

તાજેતરમાં ઘરે જ સમય વિતાવી રહેલા રોનાલ્ડોએ એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો જેમાં તેની ગર્લફ્રેન્ડ જ્યૉર્જિના તેના વાળ કાપતી જોવા મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK