બેસ્ટ ગોલ કરતાં ગર્લફ્રેન્ડ સાથે સેક્સ ગમે છે રોનાલ્ડોને

Published: Sep 20, 2019, 11:31 IST | નવી દિલ્હી

જુવેન્ટ્સના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું કહેવું છે કે મારા માટે સૌથી મહત્ત્વનું મારી ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરવાનું છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

જુવેન્ટ્સના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું કહેવું છે કે મારા માટે સૌથી મહત્ત્વનું મારી ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરવાનું છે. પોર્ટુગલના પ્લેયરે લગભગ ૨૦ વર્ષની તેની કરીઅરમાં ૭૦૦થી વધુ ગોલ કર્યા છે. તે હાલમાં એક બ્રિટિશ જર્નલિસ્ટને ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં તે જર્નલિસ્ટે કહ્યું હતું કે ૨૦૧૮માં તે જ્યારે રિયલ મૅડ્રિડ તરફથી રમતો હતો ત્યારે જુવેન્ટ્સ સામે ઓવરહેડ કિક દ્વારા જે ગોલ કર્યો હતો એ અત્યાર સુધીનો બેસ્ટ ગોલ છે. આ સવાલ પૂરો થાય એ પહેલાં જ રોનાલ્ડોએ કહ્યું હતું કે મારી ગર્લફ્રેન્ડ જ્યૉર્જિ રૉડ્રિગ્ઝ સામે એ ગોલ કાંઈ નથી. રોનાલ્ડોએ વધુમાં જણાવ્યું હતું કે મારા માટે કોઈ પણ ગોલ કરતાં મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ વધુ ગમે છે. જ્યોર્જિના અને રોનાલ્ડો ૨૦૧૬થી ડેટિંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : રેસરલ બજરંગ અને રવિ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું

‘એડ્ના’ નામની છોકરીને કેમ શોધી રહ્યો છે રોનાલ્ડો?

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છેલ્લા ઘણા સમયથી એડ્ના નામની છોકરીને શોધી રહ્યો છે. રોનાલ્ડોએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેના જીવન વિશે વાત કરી હતી. તે જ્યારે ૧૧ વર્ષનો હતો ત્યારે તેના ફ્રેન્ડ સાથે તેને એડ્ના દ્વારા ફ્રી બર્ગર આપવામાં આવ્યાં હતાં. આ વિશે રોનાલ્ડોએ કહ્યું હતું કે ‘અમે ખૂબ જ ભૂખ્યા હતા. સ્ટેડિયમની બાજુમાં મૅક્‍ડોનલ્ડ્સ હતું અને એના દરવાજા ખખડાવીને અમે તેમને પૂછતા કે તમારી પાસે કોઈ બર્ગર બચ્યાં છે. ત્યાં અમને હંમેશાં એડ્ના અને અન્ય બે છોકરીઓ મળતી. હું તેમને આજ સુધી નથી શોધી શક્યો. મેં પોર્ટુગલમાં પણ લોકોને પૂછ્યું હતું, પરંતુ તેમણ‌ે એ મૅક્‍ડોનલ્ડ્સ બંધ કરી દીધું છે. જો આ ઇન્ટરવ્યુ તેમને શોધવામાં મદદરૂપ થાય તો મને ઘણી ખુશી થશે. તેમને હું ટુરિન અથવા તો લિસ્બનમાં ડિનર માટે ઇન્વાઇટ કરવા ઇચ્છું છું. હું તેમને મારા તરફથી કંઈક રિટર્નમાં આપવા માગું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK