સિરીઝ-એ ટાઇટલને કોરોના-વિક્ટિમ્સને ડેડિકેટ કર્યું રોનાલ્ડોએ

Published: Jul 28, 2020, 12:59 IST | Agencies | Turin

યુવેન્ટ્સના ફૉર્વર્ડ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમની સિરીઝ-એના ટાઇટલને કોરોના વાઇરસથી પીડિત લોકોને ડેડિકેટ કર્યું છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

યુવેન્ટ્સના ફૉર્વર્ડ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમની સિરીઝ-એના ટાઇટલને કોરોના વાઇરસથી પીડિત લોકોને ડેડિકેટ કર્યું છે. રવિવારે સેમ્પ્ડોરિયાને ૨-૦થી હરાવાની યુવેન્ટ્સ સતત નવમી વાર સિરીઝ એ ટાઇટલનું વિનર બન્યું હતું. આ મૅચમાં રોનાલ્ડોએ ઓપનિંગ ગોલ કર્યો હતો. ઇટલીમાં એક પછી એક ટાઇટલ જીતવાની ખુશી વ્યક્ત કરતાં રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘ડન. ચૅમ્પિયન ઑફ ઇટલી. સતત બીજી વાર ચૅમ્પિયનશિપ જીતીને ખુશી થાય છે તેમ જ આ ક્લબ સાથે મળીન હું ઇતિહાસ રચવા ખૂબ આતુર છું. આ ટાઇટલ યુવેન્ટ્સના દરેક ફૅનને ડેડિકેટ કરું છું, ખાસ કરીને એ લોકોને જેઓ કોરોના વાઇરસની બીમારીનો ભોગ બન્યા છે. આ સરળ નથી. તમારી હિમ્મત, તમારો ઍટિટ્યુડ અને તમારી મહત્વાકાંક્ષા અમારી તાકાત હતી જેને કારણે અમે આ ફાઇનલમાં ચૅમ્પિયનશિપ ખૂબ જ સારી રીતે જીતી શક્યા. આ ટાઇટલ ઇટલીના દરેક લોકોનું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK