Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે કરી સગાઈ, જીવનસાથીની તસવીરો શૅર કરી

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે કરી સગાઈ, જીવનસાથીની તસવીરો શૅર કરી

08 August, 2020 05:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે કરી સગાઈ, જીવનસાથીની તસવીરો શૅર કરી

યુઝવેન્દ્ર ચહલ જીવનસાથી સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

યુઝવેન્દ્ર ચહલ જીવનસાથી સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)


ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)એ શનિવારે સોશ્યલ મીડિયા પર એક સમાચાર પોસ્ટ કરીને ફૅન્સને ખુશખબરી આપી છે. આ સમાચાર એ છે કે, ક્રિકેટરે સગાઈ કરી લીધી છે. યુઝવેન્દ્રએ સોશ્યલ મીડિયા પર ફિયાંસે સાથેની તસવીરો પોસ્ટ કરીને રોકા સેરેમની કરી હોવાની ખુશખબરી આપી છે.

યુઝવેન્દ્ર ચહલે સોશ્યલ મીડિયા પર જીવનસાથીની તસવીરો શૅર કરી છે. સાથે જ રોકા સેરેમનીની પરિવારની તસવીરો શૅર કરી છે. ક્રિકેટરે કૅપ્શનમાં લખ્યું છે કે, અમારા પરિવારની સાથે અમે હા કહી દીધી છે.



 
 
 
View this post on Instagram

We said “Yes” along with our families❤️ #rokaceremony

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) onAug 8, 2020 at 3:45am PDT


ક્રિકેટરના આ પોસ્ટ પર ફૅન્સ શુભેચ્છાઓની વર્ષા કરી રહ્યાં છે. તસવીરો પરથી લાગે છે કે, રોકા સેરેમની ઘરમાં જ રાખવામાં આવી હતી અને તે પણ માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં. ક્રિકેટરે બહુ જ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. કદાચ તેનું કારણ એ હોઈ શકે કે, થોડાક જ દિવસોમાં યુઝવેન્દ્ર આઈપીએલ રમવા માટે દુબઈ જવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2020 05:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK