દીકરા માટે ડાઈપર લઈને પહોંચ્યા ડૅડી 'હાર્દિક પંડ્યા', શૅર કરી આ તસવીર

Published: 31st July, 2020 17:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પિતા બનવાના એક દિવસ બાદ જ હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તેમ જોઈ શકો છો કે આ નવી જવાબદારીને કેવી સારી રીતે નિભાવી રહ્યા છે.

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા

ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર સ્ટાર હાર્દિક પંડ્યા માટે હાલનો સમય ઘણો સારો ચાલી રહ્યો છે કારણકે ગુરૂવારે એમના ઘરે દીકરાએ જન્મ આપ્યો છે. પત્ની એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે ક્યૂટ દીકરાને જન્મ આપ્યો છે, હાર્દિકના પરિવારમાં એક નાનકડા મહેમાનનું આગમન થવાથી તેના લાખો ચાહકોનએ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યા છે. પહેલી વાર હાર્દિક પંડ્યાને પિતા બનવાનું સુખ પ્રાપ્ત થયું. દીકરાના જન્મ થતાની સાથે જ હાર્દિક પંડ્યા પર પારિવારિક જવાબદારીઓ ઘણી વધી ગઈ છે. પિતા બનવાના એક દિવસ બાદ જ હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તેમ જોઈ શકો છો કે આ નવી જવાબદારીને કેવી સારી રીતે નિભાવી રહ્યા છે.

hardik-diaper

હાર્દિકે જે નવો ફોટો શૅર કર્યો છે એમાં તે એક કારમાં બેસેલો નજર આવી રહ્યો છે અને એમની પાછળની સીટ પર ડાઈપરનું પેકેટ દેખાઈ રહ્યું છે. આ ફોટો સાથે હાર્દિકે લખ્યું છે કે, Baby's diapers are on the way. તમને જણાવી દઈએ તે હાર્દિકની આ સ્ટોરીને ફૅન્સ પસંદ કરી રહ્યા છે. દીકરાના જન્મ સાથે જ હાર્દિક અને નતાશાના બધા ફૅન્સ આ વાતને લઈને ઉત્સાહમાં છે કે આ સ્ટાર કપલ પોતાના દીકરાનું શું નામ રાખશે.

મહત્વની વાત એ છે કે દીકરાના જન્મ પહેલા નતાશા પોતાના પ્રેગ્નેન્સી ફૅઝને સોશિયલ મીડિયા પર શૅર કરી રહી હતી જ્યા પતિ હાર્દિક પંડ્યા એનો સાથ આપતો નજર આવી રહ્યો હતો. નતાશા સ્ટેનકોવિકે પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા એક તસવીર શૅર કરી હતી. એ સિવાય મે મહિનામાં હાર્દિકે ઘોષણા કરી હતી કે એની પત્ની નતાશા ગર્ભવતી છે અને તેમણે પોતાના લગ્નની એક તસવીર પર શૅર કરી જે લૉકડાઉન દરમિયાન એક ખાનગી સમારોહની હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK