નવી દિલ્હી: હરભજન સિંહ ગઈ કાલે સાંજે પોતાની કારમાં એક મિત્ર સાથે દિલ્હી આવી રહ્યો હતો ત્યારે તેની કારમાંથી ભજીની બૅગ ચોરાઈ ગઈ હતી જેમાં તેનો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમ જ ૧૦ ક્રેડિટ કાર્ડ હતાં. આ ચોરી થયા બાદ ભજીએ દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ચોરી કરનાર શખ્સો માટેની અપીલમાં કહ્યું હતું કે ‘મેં ક્રેડિટ કાર્ડ ગુમાવ્યા એનું મને ઘણું દુ:ખ છે, પરંતુ પાસપોર્ટ ગુમાવ્યાં એ બહુ ખોટું થયું, કારણ કે એ નવો બનાવવામાં બહુ માથાકૂટ થતી હોય છે. જેણે પણ મારી બૅગ ચોરી છે તેમને મારી અપીલ છે કે પ્લીઝ, કમસે કમ મારો પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પાછાં મોકલી આપો.’
ભજી અને તેનો ફ્રેન્ડ દિલ્હી આવતી વખતે એક કૉફી શૉપમાં ગયા અને પાંચ મિનિટમાં પાછા આવ્યા એ દરમ્યાન કેટલાક શખ્સો તેની કારની બારીનો કાચ તોડીને અંદરથી બૅગ લઈને નાસી ગયા હતા. તેણે બધાં ક્રેડિટ કાર્ડ ફ્રીઝ કરાવી દીધાં છે.
SSR કેસ: NCBએ ફાઈલ કરી 12,000 પાનાની ચાર્જશીટ
5th March, 2021 14:01 ISTઇંગ્લૅન્ડ 205માં ઑલઆઉટ, ઇન્ડિયા એક વિકેટે 24 રન, અક્ષર-અશ્વિન ફરી ભારે પડ્યા
5th March, 2021 10:47 ISTપાકિસ્તાન સુપર લીગ પોસ્ટપોન, કોરોનાગ્રસ્તોની સંખ્યા 7 થતાં પીસીબીનો નિર્ણય
5th March, 2021 10:47 ISTહૅટ-ટ્રિક લેનાર ધનંજયની ઓવરમાં પોલાર્ડે ફટકારી 6 બૉલમાં 6 સિક્સર
5th March, 2021 10:47 IST