Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > 'મૌકા મૌકા' એડ જોઈને ભડક્યા પાકિસ્તાનના ચાહકો, ભારતને આપી ચેતવણી

'મૌકા મૌકા' એડ જોઈને ભડક્યા પાકિસ્તાનના ચાહકો, ભારતને આપી ચેતવણી

10 June, 2019 03:40 PM IST | મુંબઈ

'મૌકા મૌકા' એડ જોઈને ભડક્યા પાકિસ્તાનના ચાહકો, ભારતને આપી ચેતવણી

ફરી એકવાર આવ્યો છે મોકો

ફરી એકવાર આવ્યો છે મોકો


ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ફરીથી સામ સામે ટકરાવા જઈ રહી છે. આ મેચ છે રવિવારે એટલે કે ફાધર્સ ડે ના દિવસે. મેચને લઈને રોમાંચ છવાયેલો છે. ક્રિકેટના ચાહકો એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે કોહલીની સેના પાકિસ્તાનની ટીમ સાથે ટકરાશે. વર્લ્ડ કપની સૌથી હાઈપ્રોફાઈલ મેચમાંથી એક ભારત અને પાકિસ્તાનની મેચ છે.

ભારત-પાકિસ્તાનની મેચ પહેલા હાઈપ ક્રિએટ કરવા માટે સ્ટાર સ્પોર્ટસે મૌકા મૌકા સીરિઝનો નવો વીડિયો રીલિઝ કર્યો છે. અને તેમાં ફાધર્સ ડેનું ટ્વિસ્ટ પણ ઉમેરવામાં આવ્યું છે. સૌથી પહેલા તો આ એડ જોઈ લો. મજા આવી જશે.

અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાન એક પણ મેચ નથી જીતી શક્યું. અને એડમાં પણ એ જ બતાવવામાં આવ્યું છે કે કોણ બાપ છે. ભારતના ચાહકોને તો આ એડ જોઈને મજા આવી ગઈ છે પરંતુ પાકિસ્તાનના ચાહકોને આ એડ નથી ગમી. કેટલાક પાકિસ્તાનના ચાહકોએ તો ભારત અને ભારતીય ક્રિકેટ ટીમને ચેતવણી પણ આપી દીધી છે. જુઓ કાંઈક આવા છે સોશિયલ મીડિયા પર આ એડને લઈને રીએક્શન્સ.





 

આ પણ જુઓઃ યુવરાજ સિંહ થયા નિવૃતઃ જુઓ યુવીની સફર તસવીરોમાં

2015ના વર્લ્ડ કપ સમયે સ્ટાર સ્પોર્ટ્સે મૌકા મૌકાની થીમ લઈને એડ બનાવી હતી. જે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેના ચર્ચા આજ સુધી છે અને જ્યારે પણ ભારત અને પાકિસ્તાનનો મેચ હોય છે ત્યારે તેને યાદ કરવામાં આવે છે. અને હવે ફરી એક વાર મોકો આવી ગયો છે. રાહ છે તો બસ મેચના દિવસની અને તેના પરિણામની.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2019 03:40 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK