World Cup 2019:કેમ પોતાના બેટ પર આ ચિપ લગાડીને રમે છે ડેવિડ વૉર્નર

Jun 10, 2019, 19:45 IST

બેંગલોરની કંપની સ્માર્ટ ક્રિકેટે બેટના સેન્સર માટે એક ખાસ ચિપ તૈયાર કરી છે જેનો ઉપયોગ વૉર્નર કરી રહ્યો છે.

World Cup 2019:કેમ પોતાના બેટ પર આ ચિપ લગાડીને રમે છે ડેવિડ વૉર્નર
ડેવિડ વૉર્નર (ફાઇલ ફોટો)

ઑસ્ટ્રેલિયાના જાણીતો બેટ્સમેન ડેવિડ વૉર્નર વર્લ્ડકપ માટે જબરજસ્ત તૈયારીઓમાં કોઇ કસર બાકી રાખવા માગતો નથી. વોર્નર પોતાના બેટ પર એક નવી વસ્તુનો ઉપયોગ કરે છે, જે એક સેન્સર છે. આ સેન્સર બેકલિફ્ટના ખૂણાથી લઇને બેટની મેક્સિમમ સ્પીડ જેવા આંકડા નોંધે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ 2017માં બેટ પર સેન્સર લગાડવાની પરવાનગી આપી હતી, પણ ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન સિવાય છેલ્લા બે વર્ષમાં અન્ય કોઇએ આનો ઉપયોગ નથી કર્યો. બેંગલોરની એક કંપની 'સ્માર્ટ ક્રિકેટ'એ બેટના સેન્સર માટે ખાસ ચિપ તૈયાર કરી છે, જેનો ઉપયોગ વૉર્નર કરી રહ્યો છે, જેનાથી તેને જસપ્રીત બુમરાહ જેવા બૉલર્સનો સામનો કરવામાં મદદ મળે છે. સેન્સર ચિપ બેટના હેન્ડલની ઉપર લગાડવામાં આવે છે.

બેટ્સમેન જ્યાં સુધી બેટિંગ કરતો હોય, ત્યાં સુધી ચિપ જે પણ નંબર્સ મેળવે છે તે 'ક્લાઉડ સ્ટોરેજ' દ્વારા મોબાઇલ એપમાં નોંધાઇ જાય છે. વૉર્નરને બેટના સેન્સરથી મળેલા આંકડાથી બુમરાહ જેવા બૉલર્સનો સામનો કરવામાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળે છે. જેમ કે બુમરાહની યૉર્કરનો સામનો કરવા માટે બેટની સ્પીડ કેટલી હોવી જોઇએ. મળતા આંકડા પ્રમાણે બેટની સ્પીડ 70થી 75 કિમી હોવી જોઇએ, પણ વૉર્નર પોતાની બેટને 85થી 90 કિમીની સ્પીડથી ઉપાડવાનો પ્રયત્ન કરે છે.

આ પણ વાંચો : World cup 2019: 2011ની ફાઈનલ રમેલા માત્ર 2 જ ખેલાડીઓ હાલની ટીમમાં

બુમરાહ જેવા સ્વિંગર માટે બેકલિફ્ટનો ખૂણો લગભગ 120-125ની આસપાસ હોવો જોઇએ અને બેટ ફર્સ્ટ સ્લિપ તરફથી નીચે થવી જોઇએ, પણ ભુવનેશ્વર કુમારની સામે બેકલિફ્ટ વિકેટકીપરની લાઇનમાં હોવી જોઇએ. સ્પિનર્સ માટે બેકલિફ્ટનો ખૂણો ઓછામાં ઓછો 160 ડિગ્રી તેમજ અધિકતમ 175 ડિગ્રી હોવું જોઇએ. ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન દીપ દાસગુપ્તાએ કહ્યું કે પહેલા કોચ બેકલિફ્ટના ખૂણે અથવા બેટની સ્પીડ અથવા બેટ અને શરીર વચ્ચેના અંતર માટે પોતાની સ્કિલ્સનો ઉપયોગ કરતા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK