વર્લ્ડ કપ 2019નું ઉદ્ઘાટન સમારોહ બુધવારે રાત્રે 9:30 કલાકે થશે

Published: May 29, 2019, 20:57 IST | લંડન

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ગુરૂવાર 30 મેથી શરૂ થઇ રહ્યો છે. ત્યારે તેનું ઉદ્ઘાટન સમારોહ બુધવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:30 થી 10:30 દરમ્યાન શરૂ થશે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 (PC : AP)
ક્રિકેટ વર્લ્ડ કપ 2019 (PC : AP)

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ગુરૂવાર 30 મેથી શરૂ થઇ રહ્યો છે. ત્યારે તેનું ઉદ્ઘાટન સમારોહ બુધવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:30 થી 10:30 દરમ્યાન શરૂ થશે. વર્લ્ડ કપનો આ કાર્યક્રમ બંકિગહામ પેલેસ નજીક આવેલ લંડન મોલમાં થશે. મળતી માહિતી પ્રમાણે આઉદ્ઘાટન સમારંભમાં ઈંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ સહિત રાજપરિવારના સભ્ય પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં લગભગ 3000 થી વધુપ્રશંસકો ઉપસ્થીત રહેવાની શક્યતાઓ છે. આ પ્રશંસકોની પસંદગી બેલેટ પ્રક્રિયાથી કરવામાં આવી છે.


ભારતભરમાં સ્ટાર સ્પોર્ટસ નેટવર્કમાં પ્રસારણ થશે
ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું ઉદ્ધાટન સમારોહનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર થશે. વર્લ્ડકપમાં યજમાન ટીમ ઈંગ્લેન્ડ સહિત ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, દક્ષિમ આફ્રિકા, પાકિસ્તાનની ટીમો ભાગ લેશે. પહેલી મેચ 30 મેનાં રોજ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ત્યારે ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 5 જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાશે. આ મેચ માટે ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં રાહ જોઇ રહ્યા છે. ટીમ ઈન્ડિયા 1983 અને 2011માં વર્લ્ડ ચેમ્પિયન રહ્યાં છે.


દરેક ટીમના 1 પુર્વ ક્રિકેટર અને આઇકોન સેલિપ્રિટી મેચમાં હાજર રહેશે
કાર્યક્રમમાં તમામ 10 ટીમમાં એક-એક પૂર્વ ક્રિકેટર અને સેલિબ્રિટી આઈકોન પણ હાજર રહેશે. ભારત તરફથી કપિલ દેવ હાજર રહે તેવી શક્યતા છે. ઉદ્ઘાટન સમારંભ એક દિવસ પહેલાં એટલા માટે થઈ રહ્યાં છે કેમકે સમારંભમાં તમામ 10 ટીમના ખેલાડીઓ હાજર રહે તે જરૂરી છે. કાર્યક્રમ બાદ બધી ટીમ તે જગ્યાએ જવા રવાના થશે જ્યાં તેઓએ પોતાની પહેલી મેચ રમવાની છે.


વર્લ્ડ કપનું ફોર્મેટ રાઉન્ડ રોબિન અને નોક આઉટ પ્રમાણે છે
મહત્વની વાત એ છે કે આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ 2019નું ફોર્મેટ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ છે. વર્લ્ડ કપના 44 વર્ષના ઈતિહાસમાં બીજી વખત આ ફોર્મેટમાં ટૂર્નામેન્ટ રમાશે. આ પહેલાં 1992માં થયેલા વર્લ્ડ કપમાં રાઉન્ડ રોબિન ફોર્મેટમાં મેચ રમાઈ હતી. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK