સૌરવ ગાંગુલી કહે છે IPL ઑડિયન્સ વિના અથવા વિદેશમાં પણ થઇ શકે છે

Updated: Jun 11, 2020, 13:22 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, IPL રદ્દ થાય તો બોર્ડને 4 હજાર કરોડનું નુકસાન થશે. ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓએ IPLમાં રમવા ઇચ્છુક છે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને અંગે કોઇ નિર્ણય લેવાશે તેવા સંકેત ગુરૂવારે આપ્યા. તેમણે કહ્યું કે IPLનાં પ્લાનિંગ અંગે શક્ય એટલા બધા વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે અને બની શકે કે આ ટુર્નામેન્ટ ઑડિયન્સ વિના પણ યોજવામાં આવી શકે છે.

આમ તો આ વર્ષે 29 માર્ચે શરૂ થનાર IPL કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઇ છે. વળી આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપ સ્થગિત થાય તેવી વકી છે. જે સમયે T-20 થવાની હતે તે જ સમયે કદાચ IPL યોજાઇ શકે છે, એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં IPL થઈ શકે છે. પરંતુ હજી કશું પણ અંતિમ નિર્ણય તરીકે જાહેર નથી કરાયું.

સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, IPL રદ્દ થાય તો બોર્ડને 4 હજાર કરોડનું નુકસાન થશે. ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓએ IPLમાં રમવા ઇચ્છુક છે તો ચાહકો, ફ્રેન્ચાઇઝ, ખેલાડીઓ, બ્રોડકાસ્ટર્સ, સ્પોન્સર્સ અને તમામ ભાગીદારો આ વર્ષે IPL થવાની અપેક્ષા રાખે છે. BCCI ટૂંક સમયમાં IPLના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. 

BCCI શીખવશે ઘરેલુ ક્રિકેટ અને ટ્રેનિંગ
ગાંગુલીએ તમામ સંબંધિત સંસ્થાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, "BCCI તમામ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન માટે કોવિડ -19 સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર (SOP) એટલે ગાઈડલાઇન્સ તૈયાર કરી રહ્યું છે. આ ગાઈડલાઇન્સ અનુસાર એસોસિએશન્સ ક્રિકેટ શરૂ કરી શકશે. BCCIનો પ્રયાસ આગામી બે મહિનામાં ઘરેલુ ક્રિકેટ અને ટ્રેનિંગ શરૂ કરવાનો છે.


ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે T-20 વર્લ્ડ કપના ભવિષ્ય વિશે વર્ચુઅલ મીટિંગ યોજી વર્લ્ડ કપ અંગેનો નિર્ણય એક મહિના માટે મોકૂફ રાખ્યો છે.BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, બહુમતી ભારતમાં આ લીગ કરાવવાની છે, પણ અમુકનાં મતે સંજોગોને ધ્યાનમાં રાખીને જો જરૂર પડે તો લીગને ભારતની બહાર કરાવવી જોઈએ. આ પહેલાં 2009માં IPL દક્ષિણ આફ્રિકામાં થઇ હતી અને ત્યાર પછી 2014માં યુએઇમાં IPL ખેલાઇ હતી. એક એ સંભાવના પણ છે કે BCCI હવે 2009ની જેમ ફોર્મેટને વધુ સંક્ષેપ કરીને 37 દિવસની ટૂર્નામેન્ટ કરી શકે છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK