સાક્ષી ધોનીએ શેર કરી ધોનીના બર્થડેની ઉજવણીની તસવીર, પંડ્યાભાઇઓ પણ હાજર

Published: Jul 22, 2020, 11:02 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ધોનીએ પોતાનો જન્મદિવસ ફાર્મ હાઉસ પર જ ઉજવ્યો હતો અને સાક્ષી ધોનીએ આ તસવીરો શેર કરી હતી.

પંડ્યા ભાઇઓ સાથે ધોની અને અન્ય મિત્રો
પંડ્યા ભાઇઓ સાથે ધોની અને અન્ય મિત્રો

ભારતના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ (Mahendra Singh Dhoni) 7 જુલાઈ 2020 ના રોજ પોતાનો 39 મો જન્મદિવસ ઉજવ્યો હતો. કોવિડ -19 (Covid-19)  રોગચાળાને કારણે બધાંને પોતપોતાના ઘરે જ રહેવું પડે છે. લોકો ટ્રાવેલિંગનું જોખમ નથી લેતા. જો કે ક્રિકેટર હાર્દિંક પંડ્યા  (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) પરિવાર સહિત મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ દિવસ ઉજવવા તેમને ઘરે પહોંચ્યા હતા. આ અંગે સમાચાર પણ હતા કે તેઓ ચાર્ટર્ડ પ્લેન કરીને ધોનીને મળવા પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ M S Dhoni: હાર્દિક અને કુણાલ પંડ્યા ચાર્ટર્ડ પ્લેન કરી ધોનીને વિશ કરવા રાંચી ગયા

 જો કે હવે સાક્ષી ધોનીએ (Sakshi Dhoni) આ ફોટો શેર કરીને સમાચારોને જાણે ટેકો આપ્યો છે. ધોનીના જન્મદિવસની ઉજવણીની આ તસવીર છે. તેમાં માત્ર પંડ્યા ભાઇઓ જ નહીં પણ પંખુરી પંડ્યા જે કુણાલની પત્ની છે તે પણ નજરે ચઢે છે. ધોનીએ પોતાનો જન્મદિવસ ફાર્મ હાઉસ પર જ ઉજવ્યો હતો. સાક્ષી ધોની આ તસવીરમાં નથી પણ ધોનીના બીજા મિત્રો પણ આ ફોટોગ્રાફમાં દેખાય છે. સાક્ષીએ આ ફોટો શેર કરી કેપ્શન આપ્યું કે, “મિસિંગ ધી હેપ્પી સ્ક્વૉડ.”

 
 
 
View this post on Instagram

Missing the happy squad !

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) onJul 21, 2020 at 3:47am PDT

ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે જુલાઇમાં ખેલી હતી અને ધોનીને આ વર્ષે આઇપીએલમાં (IPL) મેદાન પર જોવા દર્શકો ઉત્સુક હતા.

જુઓ તસવીરોઃ  Mr. And Mrs. Dhoniનાં ઘરની ખરી સ્ટાર તો છે ઝીવા ધોની

આઇપીએલ પહેલા તો માર્ચમાં ખેલાવાની હતી પણ કોરોનાવાઇરસને કારણે એ પણ સ્થગિત કરાઇ છે. એવું માનવામાં આવે છે કે ઑસ્ટ્રેલિયામાં ખેલાનારા T20 વર્લ્ડ કપના સ્થગિત થવાને પગલે એ જ વિંડોમાં કદાચ આઇપીએલનું આયોજન કરાય અને સપ્ટેમ્બર-ઑક્ટોબર-નવેમ્બરમાં આઇપીએલ ખેલાઇ શકે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK