ચેન્નઈમાં ભેગા થતાં પહેલાં ધોની અને તેની ટીમ કરાવશે કોરોના-ટેસ્ટ

Published: Aug 04, 2020, 13:37 IST | IANS | Mumbai

ત્યાં દરેક સ્ટાફ-મેમ્બર ભેગા થયાના ૪૮ કલાકમાં યુએઈ માટે ઊપડવાનો પ્લાન છે, પરંતુ ૨૦ ઑગસ્ટ પહેલાં એ શક્ય નથી

મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની અને તેની ટીમ ચેન્નઈ પહોંચે એ પહેલાં તેઓ કોરોના-ટેસ્ટ કરાવશે. આ વર્ષે આઇપીએલ ટુર્નામેન્ટ યુએઈમાં રમાવાની છે અને એ માટે દરેક ફ્રૅન્ચાઇઝી ચારથી પાંચ અઠવાડિયાં પહેલાં ત્યાં પહોંચી જશે. જોકે આ ટુર્નામેન્ટને લઈને દરેક ફ્રૅન્ચાઇઝી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ પાસેથી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર્સની રાહ જોઈ રહી છે. ફ્રૅન્ચાઇઝી અને ગવર્નિંગ કાઉન્સિલ વચ્ચે ગુરુવારે મીટિંગ યોજાવાની છે. આ મીટિંગમાં દરેક ટીમે કેવી રીતે કામ કરવું અને કયા નિયમને ફૉલો કરવા એ માટેની વાતો થશે. ચેન્નઈ સુપર કિંગ્સના ઑફિશ્યલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘અમને જે ગાઇડલાઇન્સ આપે એ તોડવાની કોઈ વાત જ નથી. અમે સૌથી પહેલાં કૅમ્પ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ, પરંતુ એ ૨૦ ઑગસ્ટ પહેલાં નહીં હોય. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલ સાથેની મીટિંગમાં તેઓ શું કહે છે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. યુએઈ જતાં પહેલાં અમે ઇન્ડિયામાં નાનકડો કૅમ્પ રાખીશું કે નહીં એની ચર્ચા પણ મીટિંગ બાદ કરવામાં આવશે. જોકે એના ચાન્સ ખૂબ ઓછા છે. ધોની અને તેની ટીમ ચેન્નઈમાં ભેગી થાય એ પહેલાં કોરોના-ટેસ્ટ કરાવશે. દરેક સ્ટાફ ચેન્નઈમાં ભેગો થાય એના ૪૮ કલાકમાં અમે યુએઈ માટે ચાલ્યા જઈશું. અત્યારે તો અમારો પ્લાન એ જ છે કે અમને જેવું ગ્રીન સિગ્નલ મળે કે તરત જ અમે દરેક પ્લેયરને ભેગા કરીને યુએઈ ચાલ્યા જઈશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK