બેન સ્ટોક્સ અને ઑલી પોપની સેન્ચુરી સામે મહેમાનની ધમાકેદાર શરૂઆત

Published: Jan 18, 2020, 12:23 IST | Mumbai

ઇંગ્લૅન્ડે ૯ વિકેટે ૪૯૯ રને પહેલી ઇનિંગ ડિક્લેર કરી : સાઉથ આફ્રિકા બે વિકેટે ૬૦ રન

બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સ

ચાર ટેસ્ટ મૅચની સિરીઝ ૧-૧થી બરાબર થયા બાદ ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે ઇંગ્લૅન્ડે ૯ વિકેટે ૪૯૯ રન બનાવીને પહેલી ઇનિંગ ડિક્લેર કરી હતી. બેન સ્ટોક્સ ૧૨૦ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ઑલી પોપ ૧૩૫ રન બનાવીને નૉટઆઉટ રહ્યો હતો. કેશવ મહારાજે પહેલી ઇનિંગમાં ઇંગ્લૅન્ડની પાંચ વિકેટ પડાવી લીધી હતી.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા સામેની રાજકોટની વન-ડે જીતીને ભારતે કરી સિરીઝમાં બરાબરી

પહેલી ઇનિંગમાં રમવા આવેલી સાઉથ આફ્રિકન ટીમની શરૂઆત નબળી રહી અને બીજા દિવસનો ખેલ સમાપ્ત થતાં પહેલાં એણે બે વિકેટે ૬૦ રન બનાવી લીધા હતા. ડીન એલ્ગર ૩૨ રન બનાવીને જ્યારે એનરિચ નોર્ટજે વગર ખાતું ખોલાવ્યા વિના પિચ પર છે. સાઉથ આફ્રિકા હજી ૪૩૯ રન દૂર છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK