અમદાવાદના એક મુસ્લિમ ક્રિકેટ ચાહકે 0.88 મીલીગ્રામ સોનાનો વર્લ્ડકપ બનાવ્યો

અમદાવાદ | Jun 11, 2019, 20:42 IST

અત્યારે ક્રિકેટ ચાહકોમાં વર્લ્ડ કપનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત કેમ પાછું રહે. ગુજરાતના અમદાવાદ શહેરમાં ક્રિકેટનો અને ટીમ ઇન્ડિયાનો એક એવો ચાહક છે જેણે પોતાનો અનોખો ક્રિકેટ પ્રેમ બતાવ્યો છે.

અમદાવાદના એક મુસ્લિમ ક્રિકેટ ચાહકે 0.88 મીલીગ્રામ સોનાનો વર્લ્ડકપ બનાવ્યો
0.88 મીલીગ્રામ ગોલ્ડની વર્લ્ડ કપ ટ્રોફી

અત્યારે ક્રિકેટ ચાહકોમાં વર્લ્ડ કપનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત કેમ પાછું રહે. ગુજરાતના અમદાવાદ શહેરમાં ક્રિકેટનો અને ટીમ ઇન્ડિયાનો એક એવો ચાહક છે જેણે પોતાનો અનોખો ક્રિકેટ પ્રેમ બતાવ્યો છે. શહેરના જમાલપુરમાં રહેતા રોફ શેખે અનોખી રીતે પોતાનો ક્રિકેટ પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે વજનમાં સૌથી હળવો હોય તેવો સોનાની મદદ વડે માત્ર 0.880 મીલીગ્રામનો કપ બનાવ્યો છે. જેને વિશ્વમાં સૌથી હળવો દોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

વર્ષ
2007માં 1.200 ગ્રામનો સોનાનો કપ બનાવી ચુકેલા રોફ શેખે આ વખતે 0.880 મીલીગ્રામ જેટલા જ વજનનો સૌથી હલકો કપ બનાવ્યો છે.. આ અગાઉ લંડનના એક શખ્સે 900 મીલીગ્રામનો કપ બનાવ્યો હતો જે વિશ્વમાં સૌથી હલકો માનવામાં આવતો હતો. ત્યારે હવે રોફ શેખે બનાવેલા વિશ્વના આ સૌથી હલકા કપની વાત કરીએ તો તેને બનાવવામાં 3 મહિના જેટલો સમય લાગ્યો છે તો સાથે જ 60, 000 રૂપિયાનો ખર્ચ થયો છે. આ કપ 18 સેન્ટિમીટરની ઉંચાઈ અને 4 સેન્ટિમીટરની પહોળાઈ ધરાવે છે.

ભારત આ વખતે વર્લ્ડ કપ જીતે તો રોફ શેખ આ 0.800 મીલીગ્રમના કપને ભારતીય ટીમને ભેટ આપવા માંગે છે અને જો તે શક્ય ના બને તો વડાપ્રધાન મોદી અથવા ગૃહપ્રધાન અમિત શાહને પણ તેઓ આ કપ ભેટ સ્વરૂપે આપવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટના ચાહક એવા રોફ શેખે વર્લ્ડ કપ 2007 દરમિયાન પણ એક કપ બનાવ્યો હતો પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની હાર થતા તેમણે વર્ષ 2007મા બનાવેલો 1.200 ગ્રામનો કપ સીએમ વિજય રૂપાણીને ભેટમાં આપ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK