ગાવસકરની પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ બોર્ડે ફરી નકારી
આ માટે પોતે એ જંગી ફી મેળવવા માટે પાત્ર બને છે એવી સુનીલ ગાવસકર તરફથી ફરી થયેલી માગણીને ક્રિકેટ બોર્ડની વર્કિંગ કમિટીએ ગઈ કાલે ફગાવી દીધી હતી. ગાવસકરે થોડા મહિના પહેલાં પણ આ માગણી કરતા જણાવ્યું હતું કે ભૂતપૂર્વ બોર્ડપ્રમુખ શરદ પવારે મને આઇપીએલની એક સીઝનની પાંચ કરોડ રૂપિયાની ફી આપવાનું વચન આપ્યું હતું એટલે મને એ મળવું જોઈએ.