કોરોના સામે લડવા મેસીએ ડોનેટ કર્યા દસ લાખ યુરો

Published: Mar 26, 2020, 14:57 IST | Agencies | New Delhi

આર્જેન્ટિના ફુટબૉલ ટીમના પ્લેયર લીઓનેલ મેસીએ કોરોના વાઇરસ સામે લડી રહેલા દરદીઓની મદદ માટે દસ લાખ યુરોનું દાન આપ્યું છે.

લીઓનેલ મેસી
લીઓનેલ મેસી

આર્જેન્ટિના ફુટબૉલ ટીમના પ્લેયર લીઓનેલ મેસીએ કોરોના વાઇરસ સામે લડી રહેલા દરદીઓની મદદ માટે દસ લાખ યુરોનું દાન આપ્યું છે. આ વાતની પુષ્ટિ બાર્સિલોનાની હૉસ્પિટલે પણ કરી છે. મેસી ઉપરાંત બાર્સિલોનાના ભૂતપૂર્વ મૅનેજર પેપ ગુર્ડીઓલાએ પણ મેડિકલ સાધનોનાં ઉત્પાદન અને ખરીદી માટે દસ લાખ યુરોનું ડોનેશન આપ્યું છે. પોર્ટુગલ ફુટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અને તેના એજન્ટ જ્યોર્જ મેન્ડીસે લીસબન અને પોર્ટોની હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ માટે દસ લાખ યુરો ડોનેટ કર્યા છે. કોરોના સંદર્ભે લોકોમાં જાગૃતિ ફેલાવવા જે ૨૮ સેલિબ્રિટીઓને પસંદ કરવામાં આવી છે એમાં મેસી સહિત સુનીલ છેત્રીનું નામ પણ સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK