આસામ સરકારને એક મહિનાનો પગાર ડોનેટ કર્યો હિમા દાસે

Published: Mar 28, 2020, 14:51 IST | Agencies | New Delhi

કોરોના વાઇરસ સામે લડવા માટે ઘણી સેલિબ્રિટીઝ આગળ આવી રહી છે, જેમાં હિમાનો પણ સમાવેશ થયો છે.

હિમા દાસ
હિમા દાસ

હિમા દાસે તેનો એક મહિનાનો પગાર આસામની સરકારને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસ સામે લડવા માટે ઘણી સેલિબ્રિટીઝ આગળ આવી રહી છે, જેમાં હિમાનો પણ સમાવેશ થયો છે. માટીમાંથી ઊભી થયેલી હિમાના આ નિર્ણયને સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરેન રિજીજુ અને આસામના હેલ્થ મિનિસ્ટર હેમન્તા બિસ્વા શર્માએ વધાવી લીધો છે. ઇન્ડિયામાં ૭૦૦થી વધુ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને ૧૬ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આ વાઇરસ સામે લડવા માટે હિમાએ ટ્વીટ કર્યું હતું, ‘દોસ્તો, આ તો સાથે મળીને લડવાનો સમય છે અને એ લોકોને મદદ કરવાનો સમય છે, જેમને આપણી જરૂર છે. હું મારો એક મહિનાનો પગાર આસામ સરકારના આસામ આરોગ્ય નિધિ અકાઉન્ટમાં જમા કરાવું છું જેથી કોરોના સામે લડી રહેલા દરદીઓને સારવારમાં મદદ મળી શકે.’

હિમા ઉપરાંત ખેલજગતની અનેક હસ્તીઓએ પણ વિવિધ સરકારી ખાતાંઓમાં કોરોના સામે લડત આપવાના ભાગરૂપે રૂપિયા જમા કરાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK