Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Corona Lockdown દરમિયાન હાર્દિક પંડ્યાની મંગેતરે શૅર કરેલી તસવીર વાયરલ

Corona Lockdown દરમિયાન હાર્દિક પંડ્યાની મંગેતરે શૅર કરેલી તસવીર વાયરલ

26 March, 2020 01:41 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Corona Lockdown દરમિયાન હાર્દિક પંડ્યાની મંગેતરે શૅર કરેલી તસવીર વાયરલ

હાર્દિક પાંડ્યા સાથે મંગેતર નતાશા

હાર્દિક પાંડ્યા સાથે મંગેતર નતાશા


કોરોના વાયરસના વધતાં કેસને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી જનતા કર્ફ્યૂની જાહેરાત કરી છે. જેને કારણે કોઇપણ બહાર નહીં નીકળે. સેલેબ્સ પણ પોતાના પરિવારજનો સાથે ક્વૉરન્ટાઇન દરમિયાનનો સમય એન્જૉય કરી રહ્યા છે. આ દરમિયાન 'બિગ બૉસ' ફેમ નતાસા સ્તાનકોવિકે પણ પોતાના મંગેતર ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ક્વૉરન્ટાઇનમાં સમય પસાર કર્યો. બન્નેને હાલ ક્વૉરંટાઇનમાં એકબીજા સાથે સમય પસાર કરવાની તક મળી છે. ક્વૉરન્ટાઇનમાં વીતાવેલા રોમાન્ટિક પળોની તસવીર નતાશાએ સોશિયલ મીડિયા પર શૅર કરી છે જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની મંગેતર નતાશા સગાઇ પછી સતત ચર્ચાઓમાં છવાયેલા રહે છે. બન્ને ઘણીવાર એકબીજા સાથેની રોમાન્ટિક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરતાં રહે છે. તો હવે નતાશાએ ક્વૉરન્ટાઇનમાં સમય પસાર કરતાં હાર્દિક સાથેની પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ તસવીરમાં બન્ને ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં દેખાય છે. આ તસવીર શૅર કરતાં નતાશાએ કૅપ્શનમાં લખ્યું છે કે, "#stayhomestaysafe #quarantine @hardikpandya93..."



ઉલ્લેખનીય છે કે નતાશા-હાર્દિકની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં બન્ને સાથે તેમનો પૅટ ડૉગ પણ દેખાય છે. જેને જોઇને એવું લાગે છે કે બન્ને આ ડૉગને ખૂબ જ પ્રેમ કરે છે. તસવીરમાં નતાશા અને હાર્દિકની કેમિસ્ટ્રી પણ દેખાઇ આવે છે.


 
 
 
View this post on Instagram

#stayhomestaysafe #quarantine @hardikpandya93

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) onMar 25, 2020 at 8:32am PDT


નોંધનીય છે કે બન્નેએ આ વર્ષે જ 1 જાન્યુઆરીના રોજ ચુપચાપ સગાઇ કરી લીધી હતી. સગાઇની તસવીરો સામે આવ્યા પછી બન્નેના ચાહકો ચોંકી ઉઠ્યા હતા. બન્નેએ મધદરિયે દુબઇમાં ક્રૂઝ પર ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં સગાઇ કરી હતી. સગાઇની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

જણાવવાનું કે બન્નેના અફેરમાં હોવાની ચર્ચા ઘણાં સમયથી થઈ રહી હતી. પણ સગાઇની તસવીરોએ તેમના રિલેશન પર મહોર લગાડી. હાર્દિક પાંડ્યાએ નતાશા સાથે સગાઇની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, "મેં તેરા, તું મેરી જાન, સારા હિંદુસ્તાન, 01.01.2020 #engaged..."

નોંધનીય છે કે નતાશા અનેક ફિલ્મોમાં આઇટમ સૉન્ગ્સ કરી ચૂકી છે. નતાશાને ફેમ સુપરહિટ ગીત ડીજેવાલે બાબૂ મેરા ગાના દ્વારા મળી હતી. નતાશા એક બહેતરીન ડાન્સર છે.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 01:41 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK