કોરી એન્ડરસનને ન્યૂઝીલેન્ડથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમવાનો નિર્ણય લીધો છે. હવે તે અમેરિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. .
29 વર્ષીય એન્ડરસનની વનડે ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી છે. તે અમેરિકામાં મેજર લીગ ટી 20 ક્રિકેટથી શરૂઆત કરશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે. એન્ડરસનની મંગેતર યુનાઇટેડ સ્ટેટ્સની છે અને તેનું નામ મેરી શેમ્બર્ગર છે, અને તેણે મોટેભાગનો સમય ટેક્સાસમાં કોવિડ -19 રોગચાળા દરમિયાન વિતાવ્યો હતો જ્યાં તેની મંગેતર રહે છે.
ઇએસપીએનક્રિકઇન્ફોના અહેવાલ મુજબ અમેરિકાનો ઈરાદો વનડે ટીમનો દરજ્જો મેળવવાનો છે અને તેથી તે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ક્રિકેટરોને સમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પાકિસ્તાનના ક્રિકેટર સામી અસલમ અને ઇંગ્લેન્ડની વિશ્વ વિજેતા ટીમનો ખેલાડી લિયામ પ્લંકેટ પણ યુએસ રડાર પર છે.
દક્ષિણ આફ્રિકાના રસ્ટી થેરોન અને ડેન પીટે પહેલાથી જ અમેરિકા સાથે રમવાનું નક્કી કર્યું છે. કોલકાતા નાઈટ રાઇડર્સના માલિકોએ આ લીગમાં રોકાણની ઘોષણા કરી ત્યારે મંગળવારે મેજર લીગ ટી 20 ક્રિકેટને મોટી રાહત મળી છે. આ લીગ 2022 થી શરૂ થઈ શકે છે.
વાઇટવૉશની હૅટ-ટ્રિક સાથે ન્યુ ઝીલૅન્ડ હવે ટેસ્ટમાં બેસ્ટ
7th January, 2021 12:54 ISTબીજી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડે આપેલા ૩૬૨ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનના ૧ વિકેટે ૮ રન
6th January, 2021 17:07 ISTવિલિયમસન-નિકોલસે પરેશાન કર્યું પાકિસ્તાનને
5th January, 2021 15:17 ISTબીજી ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાન ૨૯૭ રનમાં ઑલઆઉટ
4th January, 2021 16:22 IST