દ્રવિડ બાદ હવે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ, હવે થશે તપાસ

Published: Jul 05, 2020, 19:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામલો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (બીસીસીઆઇ)ની કોર્ટમાં પહોંચ્યો છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

પહેલા રાહુલ દ્રવિડ સહિત કેટલાય નામી ખેલાડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ અને હવે ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી પણ ઘેરાયા છે. વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામલો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (બીસીસીઆઇ)ની કોર્ટમાં પહોંચ્યો છે. ઘણાં સમય પહેલા રાહુલ દ્રવિડને પણ લોકપાલે પ્રશ્નો કર્યા હતા અને આ મામલાની આલોચના થઈ હતી, પણ રાહુલ દ્રવિડે જવાબ આપ્યો હતો અને તે તપાસમાં સાચ્ચો ઠેરવવામાં આવ્યો હતો, આ મામલે અન્ય ઘણાં દિગ્ગજ ક્રિકેટરોએ લોકપાલને જવાબ આપવો પડ્યો હતો. અને ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીની હાલ હાઇ-પ્રૉફાઇલ અને વર્તમાન ટીમ ઇન્ડિયાના કોઇ સભ્યનો આ પહેલો મામલો છે, જેને હિતોના ટકરાવાના કેસનો સામનો કરવો પડશે.

ડીકે જૈને કહ્યું કે હા મને કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ મામલે વિરાટ વિરુદ્ધ ફરિયાદ મળી છે અને હું આ મામલો જોઇ રહ્યો છું અને આની તપાસ કરી રહ્યો છું અને નક્કી કરીશ કે આ મામલે શું કરી શકાય છે. જો આ ફરિયાદ નિયમોને આધારે યોગ્ય ઠરે છે, તો વિરાટ વિરુદ્ધ કોઇપણ કાર્યવાહી પહેલા તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે. તેને પોતાનો પક્ષ રજૂ કરવા માટે તક આપવાની જરૂર રહેશે. આ મામલે હું પણ બરાબર એ જ પ્રક્રિયાનું પાલન કરીશ, જે મેં પહેલા કરી છે.

જણાવવાનું કે આ ફરિયાદ મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તા તરફથી નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં તેમણે કહ્યું છે કે કોહલીને વર્તમાનમાં બે પદ આપવામાં આવ્યા છે અને આ બીસીસીઆઇના નિયમ-38(4)નું ઉલ્લંઘન છે. સંજીવ ગુપ્તાએ વ્યવસાયોનું ઉદાહરણ આપતાં કહ્યું તકે કોહલી માલિક કે નિદેશકની ભૂમિકામાં છે.

ગુપ્તાએ કહ્યું કે મેં ખૂબ જ વિનમ્રતાથી લોકપાલને વિરાટ કોહલીને બન્નેમાંથી એક પદ છોડવા માટે કહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે મામલે ફરિયાદ નોંધાવવાનો એક માત્ર હેતુ સો ટકા જસ્ટિસ લોઢા દ્વારા બનાવવામાં આવેલા અને સુપ્રીમ કૉર્ટ દ્વાર મંજૂર બીસીસીઆઇના સંવિધાન અનુરૂપ છે અને આમ કરવા પાછળ કોઇ ખાનગી લાભ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK