Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ખેંચવા ડિવિલિયર્સ સાથે વાત કરશે કોચ બાઉચર

રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ખેંચવા ડિવિલિયર્સ સાથે વાત કરશે કોચ બાઉચર

16 December, 2019 04:11 PM IST | Mumbai

રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ખેંચવા ડિવિલિયર્સ સાથે વાત કરશે કોચ બાઉચર

એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સ


(આઇ.એ.એન.એસ.) સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના નવા નિમાયેલા કોચ માર્ક બાઉચર ટીમના સિનિયર પ્લેયર એ. બી. ડિવિલિયર્સ સાથે પોતાનો રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ખેંચવાના મુદ્દે વાત કરશે, જેથી ડિવિલિયર્સ વર્લ્ડ ટી૨૦ અને એનાથી આગળ ક્રિકેટ રમી શકે.

બાઉચરે કહ્યું હતું કે ‘જ્યારે તમે વર્લ્ડ કપ રમવા જાઓ ત્યારે સ્વાભાવિક રીતે તમે ઇચ્છો કે તમારો બેસ્ટ પ્લેયર તમારી ટીમ માટે રમે. જોકે મને એમ લાગે છે કે તે એક બેસ્ટ પ્લેયર છે તો શા માટે હું તેની સાથે વાત ન કરી શકું? મને મારી જૉબ હાલમાં જ મળી છે અને બીજા પણ કેટલાક પ્લેયરો સાથે મારે વાતચીત કરવી છે અને જોવું છે કે એ લોકો શું વિચારી રહ્યા છે. જો પ્લેયરોને કોઈ તકલીફ હોય તો એનો નિવેડો લાવી શકાય અને જ્યારે એ નિવેડો લાવવાથી સાઉથ આફ્રિકા ટીમને ફાયદો થતો હોય તો શા માટે વાત ન કરવી જોઈએ.’ નોંધનીય છે કે ડિવિલિયર્સે ૨૦૧૮માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2019 04:11 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK