ચર્ચા હતી કે બ્રિસ્બેનમાં ક્વૉરન્ટીનના કપરા નિયમોને લીધે ટીમ ઇન્ડિયા ત્યાં છેલ્લી મૅચ નથી રમવા માગતીક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ નીક હોકલીએ ગઈ કાલે એ રિપોર્ટને નકાર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમ કપરા ક્વૉરન્ટીન નિયમોને લીધે બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ મૅચ રમવા નથી માગતી. હોકલી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) તેમને દરેક વાતમાં સપોર્ટ કરી રહી હોવાનું સ્વીકાર્યું હતું.
આ વિશષ હોકલીએ કહ્યું કે ‘અમે દરરોજ બીસીસીઆઇ સાથે સંપર્કમાં છીએ. અમને સત્તાવાર રીતે બીસીસીઆઇ પાસેથી કંઈ એવી વાત કરવામાં નથી આવી, પણ તેઓ ઘણા સપોર્ટિવ છે. અમે નક્કી કરેલા શેડ્યુલ મુજબ બન્ને ટીમના પ્લેયર્સ રમવા માગે છે.’
તાજેતરમાં ઑસ્ટ્રેલિયન મીડિયાએ એવો દાવો કર્યો હતો કે બ્રિસ્બેનમાં ક્વૉરન્ટીનના કપરા નિયમ હોવાને લીધે ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ મૅચ માટે ત્યાં જવા નથી માગતી અને ચોથી ટેસ્ટ મૅચ સિડનીમાં જ યોજાય એવી ઇન્ડિયન ટીમની ઇચ્છા છે.
જગતની પહેલવહેલી TEN10 ક્રિકેટ-ટુર્નામેન્ટની લાગલગાટ તેરમી સીઝન
23rd January, 2021 12:17 IST૧૮ ફેબ્રુઆરીએ થઈ શકે છે આઇપીએલનું ઑક્શન
23rd January, 2021 12:02 ISTસ્ટોક્સ, ઍન્ડરસન અને આર્ચર ભારત આવી રહ્યા છે
23rd January, 2021 11:55 IST18 ફેબ્રુઆરીએ થઈ શકે છે IPL 2021નું ઑક્શન, BCCIએ આપી જાણકારી
23rd January, 2021 08:40 IST