પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાંથી વૅગનર આઉટ

Published: 1st January, 2021 12:25 IST | Agency | Christchurch

અંગૂઠામાં ઈજા થઈ હોવા છતાં પેઇનકિલર લઈને પહેલી ટેસ્ટ-મૅચમાં ટીમને અપાવ્યો હતો વિજય

નીલ વૅગનર
નીલ વૅગનર

પાકિસ્તાન સામેની ટેસ્ટ મૅચમાં ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર નીલ વૅગનરે પગનો અંગૂઠો ઈજાગ્રસ્ત હોવા છતાં બોલિંગ કરીને ટીમને વિજય અપાવડાવ્યો હતો, પણ હવે આ ઈજાને કારણે ત્રીજી જાન્યુઆરીથી શરૂ થનારી બીજી ટેસ્ટ મૅચમાંથી તે આઉટ થયો છે. પાકિસ્તાન સામેની મૅચમાં પેઇનકિલર ખાઈને તે રમી રહ્યો હતો. ડૉક્ટરે તેને ૬ અઠવાડિયાં આરામ કરવાનું કહ્યું છે. નીલ વૅગનર ૨૦૨૦માં વર્લ્ડનો ચોથા નંબરનો બોલર રહ્યો છે.

વૅગનરને પહેલી ટેસ્ટના બીજા દિવસે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનો બૉલ વાગ્યો હતો છતાં તેણે પાકિસ્તાનની પહેલી અને બીજી ઇનિંગ્સમાં અનુક્રમે ૨૧ અને ૨૮ ઓવર નાખી હતી. બીજી ઇનિંગ્સમાં તેણે ૧૦૨ રનની પારી રમનાર ફવાદ આલમને પૅવિલિયનભેગો કર્યો હતો. બીજી ટેસ્ટ મૅચમાં તેની જગ્યાએ મૅટ હેન્રીને સ્થાન આપવામાં આવ્યું છે. મૅચ માટે બતાવેલા ઝનૂનને લીધે બન્ને ટીમ વૅગનરનાં વખાણ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK