Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બીબીએલમાં ક્રિસ લીનની ધમાલ: 35 બૉલમાં બનાવ્યા 94 રન

બીબીએલમાં ક્રિસ લીનની ધમાલ: 35 બૉલમાં બનાવ્યા 94 રન

23 December, 2019 03:48 PM IST | Mumbai

બીબીએલમાં ક્રિસ લીનની ધમાલ: 35 બૉલમાં બનાવ્યા 94 રન

ક્રિસ લીન

ક્રિસ લીન


(આઇ.એ.એન.એસ.) બિગ બૅશ લીગ (બીબીએલ)માં ઑસ્ટ્રેલિયન પ્લેયર ક્રિસ લીને જબરદસ્ત પારી રમી આ લીગમાં પોતાના ૨૦૦૦ રન પૂરા કર્યા હતા. ગઈ કાલે બ્રિસ્બેન હીટ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મૅચમાં ક્રિસ લીને ૩૫ બૉલમાં 94 રન બનાવ્યા હતા, જ્યારે 50 રનનો આંકડો તેણે 20 બૉલમાં જ વટાવી લીધો હતો.

ક્રિસ લીને 11 સિક્સર અને ચાર બાઉન્ડરી ફટકારી 94 રન બનાવ્યા હતા. આ ધમાકેદાર ઇનિંગ રમી લીન બીબીએલમાં 2000 રન પૂરા કરનારો પહેલો પ્લેયર બન્યો હતો. આઇપીએલમાં ક્રિસ લીનને ખરીદવામાં મુંબઈ ઇન્ડિયન્સને સફળતા મળી છે અને આ આઇપીએલ ટીમમાં સામેલ થયા બાદ લીને મજાકમાં કહ્યું હતું કે તેને હવે જસપ્રીત બુમરાહનો સામનો નહીં કરવો પડે કેમ કે બુમરાહ પણ આઇપીએલની મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2019 03:48 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK