Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડૅરેન સૅમીના સપોર્ટમાં આવ્યા ક્રિસ ગેઇલ અને ડ્વેઇન બ્રાવો

ડૅરેન સૅમીના સપોર્ટમાં આવ્યા ક્રિસ ગેઇલ અને ડ્વેઇન બ્રાવો

11 June, 2020 04:56 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૅરેન સૅમીના સપોર્ટમાં આવ્યા ક્રિસ ગેઇલ અને ડ્વેઇન બ્રાવો

ડૅરેન સૅમીના સપોર્ટમાં આવ્યા ક્રિસ ગેઇલ અને ડ્વેઇન બ્રાવો


વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના ઓપનર ક્રિસ ગેઇલ અને ડ્વેઇન બ્રાવો પોતાના સાથી પ્લેયર ડૅરેન સૅમીને રંગભેદના મુદ્દા પર ચાલી રહેલા વિવાદમાં પોતાનો ટેકો આપ્યો છે. ડૅરેન સૅમીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેને આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેયરો ડ્રેસિંગ રૂમમાં કાલુ કહીને બોલાવતા હતા. ડૅરેન સૅમીને પોતાનો ટેકો આપતાં ક્રિસ ગેઇલે કહ્યું કે ‘યોગ્ય હેતુ માટે અથવા તમે અનુભવેલા કિસ્સાઓ સામે કરવામાં આવેલી લડાઈ ક્યારે પણ મોડી નથી હોતી. ડૅરેન સૅમી તારી વાર્તા કરતાં પણ આ વધારે મોટી વાત છે. મેં કહ્યું હતું એમ કે આ મુદ્દો દરેક દેશોમાં છે.’

આ બન્ને પ્લેયરોએ બ્લૅક લાઇવ્સ મૅટર નામની કેમ્પેનમાં પોતાનો ટેકો આપ્યો હતો. આ કેમ્પેન અમેરિકામાં આફ્રિકન-અમેરિકન જ્યૉર્જ ફ્લૉઇડની હત્યા બાદ શરૂ કરવામાં આવી હતી જેને દુનિયાભરમાંથી પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી બાજુ બ્રાવોએ પોતાની વાત કહેતાં જણાવ્યું કે ‘વિશ્વમાં જે ચાલી રહ્યું છે એ જોઈને ઘણું દુઃખ થાય છે. એક કાળા માણસ તરીકે હું જાણું છું કે કાળા લોકો સાથે ઇતિહાસમાં કેવો ભેદભાવ કરવામાં આવ્યો હતો. અમે ક્યારે પણ બદલો લેવાની વાત નથી કરી. ફક્ત સમાનતા અને માન-સન્માન આપવાની વાત કરી છે. અમે લોકોને સન્માન આપીએ છીએ તો શા માટે અમારી સાથે વારંવાર આવી ઘટનાઓ આચરવામાં આવે છે. હું મારાં ભાઈ-બહેનોને માત્ર એટલું જ કહેવા માગું છું કે અમે પણ શક્તિશાળી છીએ અને સુંદર છીએ. વિશ્વમાં તમે જોશો તો અમારા જેવા ઘણા એવા લોકો તમને મળશે જે ઇતિહાસમાં અમર છે જેમ કે નેલ્સન મંડેલા, મોહમ્મદ અલી, માઇકલ જૉર્ડન વગેરે. હવે બસ બહુ થયું. અમને માત્ર સમાનતા જોઈએ છે. અમને કોઈ પણ પ્રકારનો બદલો કે લડાઈ નથી જોઈતી. અમને ફક્ત માન-સન્માન જોઈએ છે. જે વ્યક્તિ જે ક્ષેત્રમાં સફળ છે તેમના માટે અમને માન છે અને એ જ અગત્યનું પણ છે.’



ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)એ અહેવાલની પુષ્ટિ કરી છે કે મલ્ટિ-નૅશનલ ઇવેન્ટ દરમિયાન વિરોધ કરી રહેલા ઍથ્લિટ્સ પરનો પ્રતિબંધ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આફ્રિકન-અમેરિકન જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુને લઈને વિરોધ-પ્રદર્શન તીવ્ર બન્યું છે અને બુન્ડેસ્લિગાના કેટલાક ફુટબોલરોએ પણ મૃતક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપીને મેદાન પર પોતાનો અભિવ્યક્ત કર્યો હતો. આઇઓસીએ પોતાના ગાઇડલાઇન્સમાંના રૂલ ૫૦ તરફ ધ્યાન કેન્દ્રિત કરી કહ્યું છે કે તે તટસ્થપણે ઇવેન્ટ યોજવા ઇચ્છે છે. તેમણે જે-તે પ્લેયરને તેમના સોશ્યલ મીડિયા પર અથવા તો મીડિયામાં વિરોધ કરવા વિશે કોઈ પ્રોબ્લેમ નથી. જોકે તેઓ નથી ઇચ્છતા કે આવો વિરોધ ગ્રાઉન્ડ પર થાય.


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2020 04:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK