પુજારા-જાફર વચ્ચે જંગ જોરદાર

Published: 3rd February, 2019 10:29 IST

આજથી સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રણજીની ફાઇનલ

કોણ બનશે કિંગ? : નાગપુરમાં રમાનારી મૅચ પહેલાં ચેતેશ્વર પુજારા અને વસિમ જાફર.
કોણ બનશે કિંગ? : નાગપુરમાં રમાનારી મૅચ પહેલાં ચેતેશ્વર પુજારા અને વસિમ જાફર.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે આજથી નાગપુરમાં શરૂ થનારી રણજી ટ્રોફી ફાઇનલમાં તમામની નજર ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા અને બોલર ઉમેશ યાદવ પર હશે. તો બીજી તરફ વસિમ જાફર પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની બોલબાલાને કાયમ રાખવા માગશે. ચાલીસ વર્ષના જાફરે પોતાના શાનદાર ફૉર્મને કારણે આ ડોમેસ્ટિક સીઝનમાં અત્યાર સુધીમાં ૧૦૦૩ રન બનાવ્યા છે. સૌરાષ્ટ્ર પાસે પુજારા છે તો વિદર્ભ પાસે જાફર છે.

આ પણ વાંચો : T20માં પાકિસ્તાનનો વિજયરથ અટક્યો

પુજારાએ કહ્યું હતું કે ‘એવું નથી કે મારા કારણે સૌરાષ્ટ્રને ફાયદો થયો છે. ટીમ પાસે હાર્વિક દેસાઈ અને અર્પિત વસાવડા જેવા પ્રતિભાશાળી ખેલાડી છે. આ રીતે રમતા રહીશું તો અમારી પાસે જીતવાની તક છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK