BCCI ભુલ્યું નંબર 4 પર ગુજરાતી ક્રિકેટરને…

Jul 16, 2019, 15:40 IST

વર્લ્ડ કપ પછી નંબર 4 પર અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ચેતેશ્વર પુજારાએ કહ્યું છે કે, જો તેને વન-ડેમાં તક મળે તો તે નંબર 4 પર પોતાની જાતને સાબિત કરી શકે છે.

BCCI ભુલ્યું નંબર 4 પર ગુજરાતી ક્રિકેટરને…

વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમને સેમી ફાઈનલમાં હાર પછી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. BCCI પણ ભારતીય ટીમને નજીકથી જોઈ રહ્યું છે અને હાર માટે સિલેક્ટર્સને પણ સવાલ પૂછવામાં આવ્યા હતા. ભારતીય ટીમ માટે નંબર 4 માટે કોણ રમશે હંમેશા પ્રશ્ન રહ્યો છે. વર્લ્ડ કપ શરુ થવા પહેલા નંબર 4 માટે લોકેશ રાહુલને પસંદ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિજય શંકરને સ્થાન મળ્યું અને પછી રિષભ પંતને પરંતુ એક પણ પ્લેયર નંબર 4 પર પ્રદર્શન કરી શક્યો હતો નહી.

વર્લ્ડ કપ પછી નંબર 4 પર અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ચેતેશ્વર પુજારાએ કહ્યું છે કે, જો તેને વન-ડેમાં તક મળે તો તે નંબર 4 પર પોતાની જાતને સાબિત કરી શકે છે. એક સ્પોર્ટ્સ કાર્યક્રમમાં ચેતેશ્વર પુજારાએ આ વાત કરી હતી. ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ નંબર 4ની ખોડ પડી હોવાનો સ્વીકાર કર્યો હતો. સામાન્ય રીતે પૂજારાને ટેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે પરંતુ ચેતેશ્વર પુજારાને લિમિટેડ ઓવરમાં સ્થાન પણ આપવામાં આવી નથી.

આ પણ વાંચો: કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

પૂજારાએ કહ્યું હતું કે, મે છેલ્લા 1 વર્ષમાં ડોમેસ્ટિક લિમિટેડ ઓવર્સમાં સતત સારૂ પ્રદર્શન કર્યું છે. હું ટેસ્ટની જેમ વન-ડેમાં પણ સારૂ પ્રદર્શન કરી શકુ છું. પરંતુ ટીમમાં સ્થાન મળવું મારા હાથમાં નથી. હું ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કરી શકું છું. મારી વન-ડે રમવાની ઈચ્છા હજુ સુધી અધૂરી છે. વર્લ્ડ કપ પહેલા ભૂતપૂર્વ ખેલાડીઓએ રહાણે અને પૂજારાને નંબર 4 પર ટીમમાં પસંદગી કરવાની વાત કરી હતી જો કે ટીમમાં કોઈને સ્થાન આપવામાં આવ્યું ન હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK