પત્ની પૂજાએ કર્યા ચેતેશ્વર પુજારાના હૅરકટ, તસવીરમાં જુઓ તેનો નવો લૂક

Published: May 19, 2020, 12:26 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

પુજારાએ સંપૂર્ણ વિશ્વાસ મૂકીને પત્ની પાસેથી હૅર કટ કરાવ્યું છે. આ બાબતે તેણે એક પોસ્ટ પણ શૅર કરી છે, જેમાં તેણે નવો લૂક શૅર પણ કર્યો છે.

ચેતેશ્વર પુજારાના વાળ કાપતી પત્ની પૂજા
ચેતેશ્વર પુજારાના વાળ કાપતી પત્ની પૂજા

ભારતીય ટીમના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બૅટ્સમેન ચેતેશ્વર પુજારા વિશ્વના અન્ય ક્રિકેટરોની જેમ બે-અઢી મહિનાથી ઘરેથી બહાર નથી નીકળી શક્યા. લૉકડાઉનમાં ઘરમાં જ રહેવાથી તેના વાળ ખૂબ જ વધી ગયા છે, પણ બધે હૅર કટિંગ સલૂન બંધ છે. એવામાં તેની હૅર કટિંગ તેના ઘરમાં જ તેની પત્ની પૂજાએ કરી આપી છે. પુજારાએ સંપૂર્ણ વિશ્વાસ સાથે પત્ની પાસેથી હૅર કટ કરાવ્યું છે. આ બાબતે તેણે એક પોસ્ટ પણ શૅર કરી છે, જેમાં તેણે નવો લૂક શૅર પણ કર્યો છે.

ચેતેશ્વર પુજારાએ પોતાની ત્રણ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. પહેલી તસવીરમાં તેની પત્ની પૂજા પાબરી તેના હૅરકટ કરી રહી છે, જ્યારે બીજી તસવીરમાં પુજારા પોતાનો લૂક બતાવે છે. તો ત્રીજી તસવીરમાં તેણે પોતાના માથાની પાછળનો હૅર કટ લૂક બતાવ્યો છે કે તેની પત્નીએ કેવી રીતે હૅરકટ કર્યા છે.

Cheteshwar Pujara New Look

એટલું જ નહીં, પુજારાએ આ તસવીરોને એક કૅપ્શન પણ આપ્યું છે, જે ખૂબ જ રસપ્રદ છે. હકીકતે, પુજારાએ લખ્યું છે, "99 રન પર નોટઆઉટ થયા પછી એક ક્વિક સિંગલ માટે પોતાના સાથી બૅટ્સમેન પર ભરોસો કરવો કે પોતાના વાળ કપાવવા માટે પત્ની પર ભરોસો કરવો- શેમાં વધારે સાહસની જરૂર પડે છે?"

ભારતીય ક્રિકેટર માર્ચના બીજા અઠવાડિયાથી ઘરમાં જ છે અને 24 માર્ચથી થયેલા દેશ વ્યાપી લૉકડાઉનમાં તે આમ પણ ઘરમાંથી બહાર નીકળી શક્યા નથી. ક્રિકેટની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓને આઇપીએલની 13મી સીઝનમાં ભાગ લેવાનો હતો, જ્યારે ચેતેશ્વર પુજારા કાઉંટી ક્કિટે રમવા માટે ઇંગ્લેન્ડ જવાના હતા, પણ કોરોના વાયરસને કારણે બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એવામાં હવે પૂજારા વર્ષના અંતમાં કે આવતાં વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા ટ્રીપ દરમિયાન ટેસ્ટ સીરીઝમાં જોવા મળશે. આ પહેલા તેની પાસે કોઈપણ ટૂર્નામેન્ટ રમવા માટે નથી. કારણકે તે દેશ માટે વનડે અને ટી20 રમતા નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK