પુત્રી સાથે આ રીતે વેકેશન માણી રહ્યો છે ચેતેશ્વર પૂજારા, શૅર કર્યો ફોટો

Published: Apr 25, 2019, 15:35 IST | અમદાવાદ

હાલ ભારતીય ક્રિકેટ ટીમના મોટા ભાગના ખેલાડીઓ IPLમાં વ્યસ્ત છે. જો કે નવી ધ વૉલ તરીકે જાણીતા ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પૂજારા વેકેશન માણી રહ્યો છે.

પુત્રી અદિતિ સાથે ચેતેશ્વર પૂજારા (Image Courtesy : Instagram )
પુત્રી અદિતિ સાથે ચેતેશ્વર પૂજારા (Image Courtesy : Instagram )

હાલ ભારતીય ક્રિકેટ ટીમના મોટા ભાગના ખેલાડીઓ IPLમાં વ્યસ્ત છે. જો કે નવી ધ વૉલ તરીકે જાણીતા ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પૂજારા વેકેશન માણી રહ્યો છે. ચેતેશ્વર પૂજારા ભલે ક્રિકેટથી દૂર હોય, પરંતુ આ વેકેશનનો ઉપયોગ તે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વીતાવવામાં કરી રહ્યો છે. તાજેતરમાં જ ચેતેશ્વર પૂજારાએ વેકેશનની એક તસવીર શૅર કરી છે.

આ તસવીરમાં ચેતેશ્વર પૂજારા પોતાની પુત્રી અદિતી સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરી રહ્યા છે. ઉનાળો આકરો છે, ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે, ત્યારે લાગે છે પૂજારા પોતાની પુત્રી અદિતી સાથે આ રીતે ગરમીથી રાહત મેળવી રહ્યો છે. જુઓ ફોટો

 
 
 
View this post on Instagram

Feels so good to be outdoor & active with my little girl. ✨ ❤️

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) onApr 24, 2019 at 10:44pm PDT

 

આ ફોટોની સાથે પૂજારએ લખ્યું છે, 'Feels so good to be outdoor & active with my little girl.'(પુત્રી સાથે રમવું અને ફરવું કેટલું સારું લાગે છે ) જો કે પૂજારા ક્યાં વેકેશન મનાવી રહ્યા છે, તે ખુલાસો નથી કર્યો.

ઉલ્લેખનીય છ કે સૌમ્ય સ્વભાવનો ચેતેશ્વર પૂજારા પોતાની પુત્રી સાથે સમય વીતાવતો રહે છે. અને ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ પણ પોસ્ટ કરતો રહે છે.

 
 
 
View this post on Instagram

The smile that instantly comes when I hold her in my hand, the feeling is unexplainable 🤗 #Aditi ❤️

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) onApr 15, 2019 at 8:08am PDT

 
 
 
View this post on Instagram

#Throwback to the time she looked like me!

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) onApr 9, 2019 at 3:36am PDT


ફોટા પરથી લાગે છે કે ટીમ ઈન્ડિયાનો આ ધરખમ બેટ્સમેન એકદમ ફેમિલી મેન છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK