પુજારાએ પણ કહ્યું, ફાઇનલમાં કોઇ પણ ટીમ હારી નથી, સંયુક્ત વિજેતા જાહેર કરવા જોઇતા હતા

Published: Jul 15, 2019, 23:23 IST | Rajkot

ઇંગ્લેન્ડની ટીમે પહેલીવાર વર્લ્ડ કપનો તાજ પહેર્યો છે. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે થયેલી ફાઇનલ મેચમાં બેવાર ટાઈની સ્થિતિ આવી અને મેચનો નિર્ણય બાઉન્ડ્રી કાઉન્ટ પર થયો જેમા ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું.

Rajkot : ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019ને તેની નવો ચેમ્પિયન ટીમ મળી ગઇ છે. ઇંગ્લેન્ડની ટીમે પહેલીવાર વર્લ્ડ કપનો તાજ પહેર્યો છે. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે થયેલી ફાઇનલ મેચમાં બેવાર ટાઈની સ્થિતિ આવી અને મેચનો નિર્ણય બાઉન્ડ્રી કાઉન્ટ પર થયો જેમાં ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદથી ભારત સહિત દુનિયાભરમાં બાઉન્ડ્રી નિયમની ચર્ચા શરૂ થઈ અને તેમાં આ નિયમની ટીકા કરનારા વધારે લોકો રહ્યા. ભારતમાં ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ અને રોહિત શર્માએ આ નિયમની ટીકા કરી. હવે ભારતીય ટેસ્ટ ટીમનાં બેટ્સમેન ચેતેશ્વર પજારાએ પોતાનું મંતવ્ય આપ્યું છે.


પુજારાએ શું કહ્યું...?

જુનિયર વોલ એવા ચેતેશ્વર પુજારાનું માનવું છે કે ફાઇનલમાં સુપર ઑવર પણ ટાઈ થયા બાદ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવા જોઇતા હતા. તેણે કહ્યું કે, “ઈમાનદારીથી કહું તો મને નથી લાગતુ કે કોઈ ટીમ હારી છે, કેમકે મુકાબલો ટાઈ હતો. મને લાગે છે કે બંને ટીમોને ટ્રોફી આપવી જોઇતી હતી. જો કે આના પર નિર્ણય આઈસીસીએ કરવાનો છે અને તેમણે જ નિયમોને લઇને વિચાર-વિમર્શ કરવાનો છે.”


ટેસ્ટ ચેમ્પિયનશિપથી ટેસ્ટ ક્રિકેટને વધુ ફાયદો

ભારતનો હવેનો પ્રવાસ વેસ્ટઇન્ડીઝ સામે છે. અહીં ભારત ટેસ્ટ સીરીઝ પણ રમશે અને આ ટેસ્ટ સીરીઝ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. પુજારાએ આને લઇને કહ્યું કે, “ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થવાથી ટેસ્ટ ક્રિકેટને ફાયદો થશે. આ ઉપરાંત ઘણા બધા ખેલાડીઓ આમાં સારું કરવા ઇચ્છે છે અને તેઓ આમાં રમવાને લઇને ઉત્સાહિત છે. આ શરૂ થવાથી હવે ટેસ્ટ મેચ અને સીરીઝ ઘણી મહત્વપૂર્ણ થઇ જશે કેમકે ત્યારબાદ પૉઇન્ટ્સની ગણના થશે.”

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

પુજારાએ કહ્યું કે, “આ પહેલા વિશ્વ કપ ફાઇનલમાં ક્યારેય પણ આવું નહોતુ થયું. ન્યૂઝીલેન્ડ ટીમ ઘણી સારી રમી, પરંતુ તેની સાથે થોડું ખરાબ થયું. જો કે આ મેચ ઘણી સારી રહી અને મને લાગે છે કે આ મેચને વર્ષો સુધી યાદ કરવામાં આવશે.” જ્યારે પુજારાને પુછવામાં આવ્યું કે શું તમને ભારતની વન ડે ટીમમાં જગ્યા મળવી જોઇએ? તે વિશે પુજારાએ કહ્યું કે, “બિલકુલ, જ્યારે હું ટેસ્ટમાં સારું કરી રહ્યો છું તો મારામાં ક્રિકેટનાં નાના ફૉર્મેટમાં પણ સારું કરવાની ક્ષમતા છે. હું વન ડે અને ટી-20માં પણ સુધારો કરી રહ્યો છું. આ ઉપરાંત હાલમાં મે જેટલી પણ ઘરેલૂ મેચો રમી છે તેમાં મારું પ્રદર્શન સારું રહ્યું છે. આ માટે ક્રિકેટર તરીકે હું ત્રણેય ફૉર્મેટમાં રમવા ઇચ્છુ છું.”

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK